Not Set/ હાથરસ ગેંગરેપ કેસ/ રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી કહ્યુ- અંતિમ સંસ્કારનો હક પણ…

  ઉત્તરપ્રદેશનાં હાથરસમાં લગભગ બે અઠવાડિયા પહેલા સામૂહિક દુષ્કર્મ કેસ અને હેવાનિયતનો ભોગ બનેલી 20 વર્ષીય પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ મૃતદેહ પરિવારને આપવામાં આવ્યો ન હતો. તેના પર મંગળવારે ભારે હોબાળો મચ્યો હતો. હોસ્પિટલની બહાર દિવસભર વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યો હતો. મોડી રાત્રે પોલીસે બળજબરીથી મૃતકનાં અંતિમ સંસ્કાર કર્યાં હતા. […]

Uncategorized
d3388a678de30a09423c76e7027b5a3d હાથરસ ગેંગરેપ કેસ/ રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી કહ્યુ- અંતિમ સંસ્કારનો હક પણ...
d3388a678de30a09423c76e7027b5a3d હાથરસ ગેંગરેપ કેસ/ રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી કહ્યુ- અંતિમ સંસ્કારનો હક પણ... 

ઉત્તરપ્રદેશનાં હાથરસમાં લગભગ બે અઠવાડિયા પહેલા સામૂહિક દુષ્કર્મ કેસ અને હેવાનિયતનો ભોગ બનેલી 20 વર્ષીય પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ મૃતદેહ પરિવારને આપવામાં આવ્યો ન હતો. તેના પર મંગળવારે ભારે હોબાળો મચ્યો હતો.

હોસ્પિટલની બહાર દિવસભર વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યો હતો. મોડી રાત્રે પોલીસે બળજબરીથી મૃતકનાં અંતિમ સંસ્કાર કર્યાં હતા. સ્થળ પર હાજર પત્રકારોએ પોલીસ પર સવાલ ઉભા કર્યા છે, પરંતુ પોલીસે તેમના સવાલોનાં જવાબો આપવાનું યોગ્ય ન માન્યું. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આનો એક વીડિયો શેર કરીને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘ભારતની એક પુત્રી પર દુષ્કર્મ-હત્યા કરવામાં આવે છે, તથ્યો દબાવવામાં આવે છે અને અંતે અંતિમ સંસ્કારનો અધિકાર પણ તેના પરિવાર પાસેથી છીનવી લેવામાં આવે છે. આ અપમાનજનક અને અન્યાયપૂર્ણ છે. #HathrasHorrorShocksIndia’

આપને જણાવી દઇએ કે, યુપી પોલીસે મંગળવારે રાત્રે અઢી વાગ્યે હાથરસ સામૂહિક દુષ્કર્મ પીડિતાનાં અંતિમ સંસ્કાર કર્યા હતા. આરોપ છે કે આ દરમિયાન પોલીસકર્મીઓએ મૃતકનાં પરિવારને મકાનમાં બંધ કરી દીધા હતા. મોડી રાતનાં દ્રશ્યોમાં કેપ્ચર થયેલી ઘટનાઓમાં ખલેલ પહોંચાડનાર દ્રશ્ય કૈદ થયુ છે, જેમા પીડિતાનાં પરિવારજનો પોલીસ સાથે દલીલ કરતા જોવા મળે છે. અંતિમ સંસ્કાર બાદ મહિલાની માતા લાચાર રડી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.