Not Set/ ગુરુગ્રામમાં મહિલા સાથે  3 ડીલિવરી બોય સહિત 4 શખ્સે કર્યો ગેંગરેપ

  ગુરુગ્રામમાં રવિવારે સવારે એક 25 વર્ષની મહિલાને ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર અને નિર્દય રીતે માર માર્યો હતો, જેનાથી માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે અને ઘટનાના થોડા કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મદદનીશ પોલીસ કમિશનર […]

India
7a28d05e34a8040be14e04994e0d2de7 ગુરુગ્રામમાં મહિલા સાથે  3 ડીલિવરી બોય સહિત 4 શખ્સે કર્યો ગેંગરેપ
7a28d05e34a8040be14e04994e0d2de7 ગુરુગ્રામમાં મહિલા સાથે  3 ડીલિવરી બોય સહિત 4 શખ્સે કર્યો ગેંગરેપ 

ગુરુગ્રામમાં રવિવારે સવારે એક 25 વર્ષની મહિલાને ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર અને નિર્દય રીતે માર માર્યો હતો, જેનાથી માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે અને ઘટનાના થોડા કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મદદનીશ પોલીસ કમિશનર કરણ ગોયલે ફોન પર જણાવ્યું હતું કે આ ઘટના ગુડગાંવ ના ડીએલએફ ફેઝ 2 માં બની છે. તેમણે કહ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ ડિલિવરી બોય છે.

ગોયલે કહ્યું કે ચાર આરોપીઓમાંથી એક શનિવારે રાત્રે ગુરુગ્રામના સિકંદરપુર મેટ્રો સ્ટેશન નજીક મહિલાને મળ્યો હતો અને તેને બિલ્ડરની ઓફિસમાં લઈ ગયો હતો. આ ગુનો એ જ ઓફિસમાં બન્યો. અન્ય ત્રણ આરોપી ત્યાં હાજર હતા. એસીપીએ કહ્યું કે આરોપીઓએ મહિલાને ખરાબ રીતે માર માર્યો અને દિવાલથી તેનુ માથુ પછાડ્યું. તેણે જણાવ્યું કે મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને તેને ગુરૂગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મહિલાનો રુદન સાંભળીને કેમ્પસનો એક સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસને એલર્ટ કરી દીધી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.