Not Set/ પ્રતિકાર યાત્રા પહેલા જ એક પછી એક કોંગ્રેસી નેતાઓની અટકાયતનો દૌર શરુ

  હાથરસ ઘટનાના પડઘા દેશ આખા માં પડ્યા છે.  હાથરસ પીડિતા ને ન્યાય મળે તે માટે અમદાવાદ ખાતે પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના ના કહેર વચ્ચે યોજાતી આ યાત્રા ને પોલીસની મંજુરી નહિ હોવાથી અમદાવાદ યાત્રાના રૂટ પર સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાથરસના કાંડમાં શહેરમાં કોચરબ આશ્રમથી […]

Ahmedabad Gujarat
d057cfaca54c63adf49dc4ea7a19ec03 પ્રતિકાર યાત્રા પહેલા જ એક પછી એક કોંગ્રેસી નેતાઓની અટકાયતનો દૌર શરુ
d057cfaca54c63adf49dc4ea7a19ec03 પ્રતિકાર યાત્રા પહેલા જ એક પછી એક કોંગ્રેસી નેતાઓની અટકાયતનો દૌર શરુ 

હાથરસ ઘટનાના પડઘા દેશ આખા માં પડ્યા છે.  હાથરસ પીડિતા ને ન્યાય મળે તે માટે અમદાવાદ ખાતે પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના ના કહેર વચ્ચે યોજાતી આ યાત્રા ને પોલીસની મંજુરી નહિ હોવાથી અમદાવાદ યાત્રાના રૂટ પર સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હાથરસના કાંડમાં શહેરમાં કોચરબ આશ્રમથી લઇને સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરાયું છે. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોચરબ આશ્રમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોચરબ થી શરુ કરી ને ટાઉન હોલ સુધીનો આખો માર્ગ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચુક્યો છે. તો પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે.

ત્યારે અમદાવાદમાં આજે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર રેલીના આયોજનમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહેવાના હોવાથી તમામ કોંગી નેતાઓની યાત્રા શરુ થાય એ પહેલા જ ધરપકડનો સિલસિલો શરુ કરી દેવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગયાસુદ્દીન શેખ, નૌશાદ સોલંકી, શશિકાંત પટેલ, દિનેશ શર્મા, માનીશ દોશી  સહિત ૧૦૦થી  વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

577f946a592be3f9c0394f0f07f9c689 પ્રતિકાર યાત્રા પહેલા જ એક પછી એક કોંગ્રેસી નેતાઓની અટકાયતનો દૌર શરુ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલથી અટકાયત કરવાની શરુ કરવામાં આવી હતી. અને બાદમાં અનેક મોટા નેતાઓની અટકાયત કરવામાં આવવી છે. કોંગ્રેસના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યાં છે. MLA જિજ્ઞેશ મેવાણીને પણ નજરકેદ કરાયા છે.

અમદાવાદ ખાતે આજરોજ હાથરસ ઘટના ના વિરોધમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જન મેદની આ કાર્યક્રમમાં જોડાય તેવી સંભાવનાઓ છે. રાજ્યમાં વ્યાપેલા કોરોના કહેરને લઈને આ રેલીને પોલીસ ની મંજુરી નથી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર પ્રતિકાર રેલીના પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની તેમના અમદાવાદ ખાતેના નિવાસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. તેમણે આ પહેલા ગઇકાલે પ્રતિકાર રેલીની જાહેરાત કરી હતી. ધ્રાગંધ્રાના જૂના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવી અને સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ,  હાર્દિક પટેલને સાંતેજ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા છે.

જેસીપી અસારીએ આ રેલી અંગે જણાવ્યું હતું કે,  રેલીને મંજૂરી નથી આપવામાં આવી, તેથી તમામ જગ્યાઓ પર પૂરતો પોલીસ ફોર્સ રહેશે. મંજૂરી ન હોવાથી પોલીસ અટકાયત પણ કરશે. કોચરબ આશ્રમથી રેલીનું આયોજન છે. પ્રતિકાર રેલી ન યોજાય તે માટે 3 ડીસીપી અને સેકટર 1 ના તમામ PSI-PIને બંદોબસ્તમાં રખાયા છે. અમદાવાદમાં કોંગ્રેસની નીકળનાર પ્રતિકાર રેલીમાં મોટી સંખ્યામાં જન મેદની ભેગી થવાની સંભવાના છે. તેને ધ્યાનમાં લઇ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા અમુક વિસ્તારો પર ટ્રાફિક બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.