Not Set/ અમદાવાદ/પોપ્યુલર બિલ્ડર પર 27 ટીમ, 150 IT કર્મચારીનાં કાફલો સાથે ITની રેડ, આટલો દલ્લો મળ્યો…

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર પર ITની રેડનો મામલો  14 બેન્ક લોકર, ડિજિટલ ડેટાની હાલ તપાસ ચાલુ  જ્વેલરી અને બાકીની રોકડ અંગેની તપાસ હાલ ચાલુ ગઈકાલે 25 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા  દરોડામાં 27 ટીમ, 150 IT કર્મચારીનો કાફલો જોડાયો હતો અમદાવાદનાં જાણીતા પોપ્યુલર બિલ્ડર  પર સાત મહિનાનાં નિષ્ક્રીય રહ્યા બાદ આવકવેરા વિભાગ દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં […]

Ahmedabad Gujarat
fa3fa4de3f5a5c861eacaf44831f88ca અમદાવાદ/પોપ્યુલર બિલ્ડર પર 27 ટીમ, 150 IT કર્મચારીનાં કાફલો સાથે ITની રેડ, આટલો દલ્લો મળ્યો...
fa3fa4de3f5a5c861eacaf44831f88ca અમદાવાદ/પોપ્યુલર બિલ્ડર પર 27 ટીમ, 150 IT કર્મચારીનાં કાફલો સાથે ITની રેડ, આટલો દલ્લો મળ્યો...

  • અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર પર ITની રેડનો મામલો 
  • 14 બેન્ક લોકર, ડિજિટલ ડેટાની હાલ તપાસ ચાલુ 
  • જ્વેલરી અને બાકીની રોકડ અંગેની તપાસ હાલ ચાલુ
  • ગઈકાલે 25 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા 
  • દરોડામાં 27 ટીમ, 150 IT કર્મચારીનો કાફલો જોડાયો હતો

અમદાવાદનાં જાણીતા પોપ્યુલર બિલ્ડર  પર સાત મહિનાનાં નિષ્ક્રીય રહ્યા બાદ આવકવેરા વિભાગ દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં ચાર જ્વેલર્સને ત્યાં દરોડાની કામગીરી કર્યા પછી માર્ચ મહિનામાં લોકડાઉન આવી જતા દરોડાની કામગીરી બંધ થઇ ગઇ હતી. તે સાત મહિના બાદ આઇટી વિભાગે 27 ટીમ બનાવી સુરત, વડોદરા, રાજકોટના 150 અધિકારીઓએ એસઆરપી બંદોબસ્ત સાથે શહેરના પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના 4 ભાઇઓ અને તેમના પરિવારના સભ્યો ઉપરાતં 4 એસ્ટેટ બોકરને ત્યાં સાગમટે દરોડા પાડયા હતા.

અંદાજે 25 જેટલા ધંધાના અને રહેઠાણના સ્થળે દરોડા પાડયા હતા. ગ્રૂપ સાથે સંકળાયેલા એસ્ટેટ બ્રોકર ભરત પટેલના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ટાવરના ફ્લેટમાંથી કોથળા ભરીને જમીન ખરીદીના દસ્તાવેજો જપ્ત કરાયા છે. ગ્રૂપ દ્વારા નોટબંધી પછી કરોડો રૂપિયાની જમીન બાનાખત કરીને ખરીદી હોવાના પણ પુરાવા મળ્યા છે.

રહેઠાણ અને ધંધાના ક્યાસ્થળે દરોડા

  • 1,2,3 અને 4 પોપ્યુલર પાર્ક, ઘનશ્યામ પાર્ક, અશ્વેેમઘ બંગલો નજીક, સેટેલાઇટ

  • હરબન કુટરી, નંવરગપુરા

  • ગ્રૂપની ઓફિસ, ન્યુયોર્ક ટાવર, થલતેજ,

  • કોર્પોરેટ ઓફિસ, સિન્ધુભવન રોડ

  • જલવિહાર ફ્લેટ,આશ્રમ રોડ

  • પુષ્પક બંગલો, આંબલી

  • વિનસ બેનેસિયા, બોડકદેવ

  • સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ

આવકવેરાના અધિકારીઓએ માસ્ક, સેનિટાઇઝર, ઓક્સિમીટર અને પીપીઇ કીટ પહેરી સાથે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના પ્રમોટર રમણ પટેલ, છગનભાઇ પટેલ, દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલના સેટેલાઇટમાં અશ્વમેઘ બંગલોની બાજુમાં આવેલા પોપ્યુલર પાર્કમાં આવેલા 4 બંગલામાં દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન જ્વેલરી અને રોકડ રકમ મળી છે જો કે, તેની ગણતરી ચલી રહી છે. 14 બેન્ક લોકર સીલ કરાયા છે તેમાથી મોટાપાયે જવેલરી અને રોકડ મળે તેવી શંકા છે.

પોપ્યુલર બિલ્ડર ગ્રૂપ પરિવારના આ લોકોને ત્યાં પડયાં દરોડા 

રમણ પટેલ, દશરથ પટેલ, છગન પટેલ, વીરેન્દ્ર પટેલ, મૃગેશ પટેલ, કૃપેશ પટેલ, પ્રથમેશ પટેલ, આલાપ પટેલ, પ્રિયેશ પટેલ, વિક્રમ પટેલ.

IT વિભાગે ત્રણ ખાનગી સ્થળોએ પણ દરોડા પડાયા છે, જ્યાં મિલકતોના દસ્તાવેજો છુપાવવામા આવ્યા હતા. ડિજિટલ ડેટા. લેપટોપ જપ્ત કરાયા છે. 100 જેટલી કંપનીઓ ચલાવતા હોવાના પણ પુરાવા મળ્યા છે. પોપ્યુલર બિલ્ડર ગ્રૂપ રીઅલ એસ્ટેટ ઉપરાતં જમીન ખરીદી સાથે સંકળાયેલુ છે. ગ્રૂપની સૌમેશ્વર પાર્ક, ડેનમ અને પેરાડાઇઝ સ્કીમો સહિત અનેક સ્કીમો છે. અંદાજીત 19 રહેઠાણ અને 6 ઓફિસ મળીને 25 સ્થળે દરોડા પડાયા હતા. પોપ્યુલર કોર્પોરેટ હાઉસ સિન્ધુ ભવન રોડ પર દરોડા દરમ્યાન મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે.

4 એસ્ટેટ બ્રોકરોમાં બિલ્ડર લક્ષ્મણ વેકરિયાનું નામ ખૂલ્યું, ઢગલાબંધ હિસાબી સાહિત્ય મળ્યું

ગ્રૂપ સાથે સંકળાયેલા એસ્ટેટે બ્રોકર કમ બિલ્ડર ભરત પટેલ, લક્ષ્મણ વેકરિયા, જનકેત પ્રજાપતિ અને પુરુષોત્તમ પંડયાને ત્યાં દરોડા દરમ્યાન મોટી માત્રામાં જમીન ખરીદીના દસ્તાવેજો, હિસાબી ચોપડા, કાચી ચિઠ્ઠી બાનાખત જપ્ત કર્યા છે.બિલ્ડર લક્ષ્મણ વેકરિયાએ ઘણી કોર્મશીયલ અને રેસિડેન્શિયલ સ્કીમો બનાવી હતી. જો કે અધવચ્ચે સ્કીમ બંધ કરીને લોકોના રૂપિયા પાછા પણ આપ્યા નથી. આઇટીને લેણદારોનું લિસ્ટ પણ મળ્યું છે. લક્ષ્મણ વેકરિયા સોપર્શ બિલ્ડકોન નામથી સ્કીમો મૂકીને લોકો સાથે છેતરપિંડી પણ કરી છે. આ દરોડામાં આવલી ગ્રૂપ પણ સંકળાયેલુ હોવાનું જાણવા મળ્યું છે.

ભરત પટેલ-જનકેત પ્રજાપતિ બે નંબરના દસ્તાવેજો રાખતા હોવાનું સામે આવ્યું 

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડરોનાજમીન ખરીદીના બેનંબરના દસ્તાવેજો તેમના બ્રોકર ભરત પટેલ અને જનકેત પ્રજાપતિ છુપાવીને રાખતા હતા. આ બંને જમીન દલાલો અને ખેડૂતો સાથે મળીને જમીનના સોદાઓ કરીને ટોકન રકમ ખેડૂતોને આપીને બાનાખત કરાવી લેતા હતા. આ બે નંબરના દસ્તાવેજો ભરત પટેલ રાખતો હતો.

બેનામી એક્ટ અને બ્લેકમની એકટ પણ લાગુ કરાવામાં આવશે

આવકવેરાના દરોડામાં બેનબંરના દસ્તાવેજો મોટીમાત્રા પકડાયા હોવાથી બેનામી એક્ટ અને બ્લેકમની એકટ પણ આઇટીના અધિકારીઓ તપાસ બાદ લગાવશે.

એક જ બિલ્ડિંગમાં 100 કંપનીઓ

  • સાવત ફામ પ્રાઇવેટ લિમિટેડ

  • સુદામાં ફામ પ્રાઇવેટ લિમિટેડ

  • શોલે ફામ પ્રાઇવેટ લિમિટેડ

  • ક્રિનેશ ફામ પ્રાઇવેટ લિમિટેડ

  • શાલીમાર પ્રાઇવેટ લિમિટેડ

  • શાંતિ ફામ પ્રાઇવેટ લિમિટેડ

  • પોપ્યુલર રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ

  • પાયોનિયર ઇન્ફ્રસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ

  • પોપ્યુલર એસ્ટેટ મેનેજમેન્ટ લિ.

  • પોપ્યુલર કલબ એન્ડ રિસોર્ટ લિ.

  • દશરથ ફામ પ્રાઇવેટ લિમિટેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews