Not Set/ પોપ્યુલર બિલ્ડર્સ/ વધુ ચાર લોકર સાથે મળ્યા આટલા કરોડના બિન હિસાબી વ્યવહારો

  અમદાવાદમાં આવકવેરા ખાતાએ પોપ્યુલર બિલ્ડર્સ પર હાથ ધરેલી દરોડા કાર્યવાહીમાં કરોડો રુપિયાના શંકાસ્પદ વ્યવહારો ધરાવતા રુમ ભરીને દસ્તાવેજો મળી આવ્યા છે. મોટીમાત્રામાં સોનાના દાગીના પણ મળ્યા છે તે તમામ જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા ખાતાના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાના કેસમાં સપડાયેલા રમણ પટેલ-મોનાંગ પટેલના પોપ્યુલર બિલ્ડર્સ પર કેટલાંક વખતથી ઇન્કમટેક્સની નજર […]

Ahmedabad Gujarat
3f87a26821244ab3f495edcba74706cd પોપ્યુલર બિલ્ડર્સ/ વધુ ચાર લોકર સાથે મળ્યા આટલા કરોડના બિન હિસાબી વ્યવહારો
3f87a26821244ab3f495edcba74706cd પોપ્યુલર બિલ્ડર્સ/ વધુ ચાર લોકર સાથે મળ્યા આટલા કરોડના બિન હિસાબી વ્યવહારો 

અમદાવાદમાં આવકવેરા ખાતાએ પોપ્યુલર બિલ્ડર્સ પર હાથ ધરેલી દરોડા કાર્યવાહીમાં કરોડો રુપિયાના શંકાસ્પદ વ્યવહારો ધરાવતા રુમ ભરીને દસ્તાવેજો મળી આવ્યા છે. મોટીમાત્રામાં સોનાના દાગીના પણ મળ્યા છે તે તમામ જપ્ત કરવામાં આવ્યા છે.

આવકવેરા ખાતાના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાના કેસમાં સપડાયેલા રમણ પટેલ-મોનાંગ પટેલના પોપ્યુલર બિલ્ડર્સ પર કેટલાંક વખતથી ઇન્કમટેક્સની નજર હતી જ. અમદાવાદ તથા આસપાસનાં વિસ્તારોમાં કરોડો-અબજો રુપિયાની મોટી જમીન ધરાવતા હોવાનું માલુમ પડ્યું છે. રુમ ભરીને દસ્તાવેજો મળી આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર્સના ઇન્કમટેક્સ વિભાગના સર્ચમાં વધુ 4 લોકરો મળ્યા છે. આઈ.ટી. વિભાગે કુલ 18 લોકર સીલ કર્યા છે. કુલ 27 પ્પ્રારીમાઈસીસમાં  સર્ચ ચાલુ છે. મોડી રાત સુધી કામગીરી ચાલશે. સર્ચ દરમ્યાન 50 લાખ રૂપિયાની રોકડ સીઝ કરી  છે. 60 લાખની જ્વેલરી સીઝ કરાઈ છે. 

સાથે ઇન્કમટેક્સના વિભાગે જેલમાં છે તે સિવાયના લોકોના નિવેદન પણ નોંધ્યા છે. 150 કરોડના બિન હિસાબી વ્યવહારો  પણ મળ્યા છે. સર્ચની કાર્યવાહી હજુ ચાલુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.