Election/ ‘ભ્રષ્ટચારી ભગાડો, બોટાદ બચાવો’, ‘વિકાસ નહિ તો મત નહિ’ -મતદારોનો સ્પષ્ટ સંદેશ

સામાન્ય નાગરિક પણ ચૂંટણી લઇ નેતાઓના ભાષણ અને ખોટા વાયદાને લઇ સાવધાન થઇ ચુક્યા છે. હવે યુગ બદલાયો છે. અને નાગરિકો પણ હવે નેતાઓના ખોટા વાયદા અને વચનો સામે

Top Stories Gujarat Others
ગાઝીપુર 13 ‘ભ્રષ્ટચારી ભગાડો, બોટાદ બચાવો’, 'વિકાસ નહિ તો મત નહિ' -મતદારોનો સ્પષ્ટ સંદેશ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનીતીયારીઓ પૂરે જોશમાં ચાલી રહી છે. સત્તાધારી ભાજપ હોય કે વિપક્ષ તમામ પક્ષો દ્વારા ચૂંટણીની જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સામાન્ય નાગરિક પણ ચૂંટણી લઇ નેતાઓના ભાષણ અને ખોટા વાયદાને લઇ સાવધાન થઇ ચુક્યા છે. હવે યુગ બદલાયો છે. અને નાગરિકો પણ હવે નેતાઓના ખોટા વાયદા અને વચનો સામે અવાજ ઉઠાવતા થઇ ગયા છે.

નાગરિકો હવે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે  નેતાઓને પોતાના ગામમાં પ્રવેશતા રોકવા માટે બેનર લગાવે છે અથવા સોશિયલ મીડિયાનો પણ સહારો લેતા થઇ ગયા છે. ચૂંટણી સમયે સ્થાનિક નેતા દ્વારા મોટા ઉપાડે ધરતી ઉપર સ્વર્ગ બનાવવાના અપાતા ઠાલા વચનોની હવે આજની જનતા ઉપર કોઈ અસર થતી નથી. આવું જ કાઈક હવે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. બોટાદ  અને ડાંગ જીલ્લામાં નગરપાલિકા ની ચુંટણી ને લઈને રાજકિય પક્ષોનો વિરોધ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો વિગતો અનુસાર બોટાદ જીલ્લામાં નગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોનો વિરોધ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહીછે. આ વાઈરલ પોસ્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરીના લેખાજોખાનો હિસાબ કરવામાં આવ્યો છે.

શહેરમા થયેલા અને નહિ થયેલા વિકાસના કામોની યાદી બનાવવામાં આવી છે. જેમાં શહેરમાં કયારે સારા રસ્તા બનશે, શહેરને કયારે બાગ બગીચા મળશે, સીટીબસની સેવા કયારે શરુ થશે..?  પાણીનો પ્રશ્ન કયારે હલ થશે આવા અનેક પ્રશ્નો વાઈરલ કરવામાં આવ્યા છે. ‘ભ્રષ્ટચારી ભગાડો બોટાદ બચાવો’ ની પોષ્ટ વાઈરલ કરવામાં આવી છે. આગામી ચૂંટણીના સદર્ભમાં શહેરના વિકાસને લઈને સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટ હાલ ટોક ઓફ ટાઉન બની છે.

તો વાત કરીએ ડાંગ જીલ્લાની તો અહીં પણ ચૂંટણી નો વિરોધ કરવામાં આવ્યો છે. વિકાસથી વંચિત બહેનો દ્વારા આગામી ચૂંટણીમાં મતદાન નહિ કરવાનો નિર્ણય  કરવામાં આવ્યો છે. ડાંગ લહાનચર્યા ગામની મહિલાઓ મતદાનથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે.

ગામમાં ટાંકી છે પણ પાણી નથી, જેથી ઘરપરાસ માટે પાણી ની મોટી સમસ્યા છે. ગામમાં રસ્તા અને પાણીની સામસ્યાથી કંટાળી આખરે મહિલાઓને અનેક વાર સરપંચને સ્થાનિક લેવલે રજૂઆત કરી છે. પરંતુ કોઈ નિર્ણય નહિ આવતા મહિલાઓ દ્વારા આગામી ચૂંટણીમાં માત્દાન્થીદુર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કૃષિ આંદોલન / ટ્વીટરે 250થી વધુ લોકોના અકાઉન્ટ કર્યા બ્લોક, જાણો શું છે કારણ?

Viral / અમદાવાદ મનપાની ટિકિટ કેટલામાં વેચાઈ ? વાઇરલ પત્રમાં કોંગ્રેસના નેતા ઉપર ટીકીટ વેચવાનો સનસનીખેજ આક્ષેપ

Political / ચૂંટણીમાં ઉમેદવારી માટે BJPનાં નવા માપદંડ વડોદરામાં અનેક નેતાઓને પડશે ભારે, જાણો કોને-કોને નહિ મળે ટીકીટ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…