વિવાદ/ રાઘવ જુયાલ પર રેસિઝમનો આરોપ લાગતા સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

રાઘવ જુયાલે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે કહી રહ્યો છે કે ‘મારી એક ક્લિપ વાયરલ થઈ રહી છે. જેના વિશે હું કંઈક કહેવા માગુ છું. ગુંજન અસમથી…

Trending Entertainment
રાઘવ

ડાન્સર રાઘવ જુયાલે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં ‘જાતિવાદ’નો આરોપ લગાવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ ‘ગેરસમજ’નો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવા ડાન્સર આ શો ને  હોસ્ટ કરવામાં આવે છે, જેમાં જાણીતા કોરિયોગ્રાફર્સ રેમો ડિસોઝા, તુષાર કાલિયા, ધર્મેશ યેલાંદે અને માધુરી દીક્ષિત જજની પેનલ પર બેસે છે.

આ પણ વાંચો : નટ્ટુ કાકાની જગ્યાએ નહી આવે બીજા કોઈ એકટર, મેકર્સે જણાવી વાયરલ ફોટોની વાસ્તવિકતા

‘ડાન્સ દીવાને 3’ના એક એપિસોડમાં રાઘવ જુયાલ આસામની સ્પર્ધક ગુંજન સિંહાને ઇન્ટ્રોડ્યૂસ કરતી વખતે મજાકમાં ચાઈનીઝ બોલીને સંભળાવે છે. આ ક્લિપ સો.મીડિયામાં વાઇરલ થઈ છે. યુઝર્સે આ ક્લિપ પર તીખી આલોચના કરી છે. યુઝર્સે કહ્યું હતું કે આ વંશીય ટિપ્પણી છે અને નોર્થ-ઇસ્ટના નાગરિકોને ચાઇનીઝ કહેવું ખોટું છે.

રાઘવ જુયાલે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે કહી રહ્યો છે કે ‘મારી એક ક્લિપ વાયરલ થઈ રહી છે. જેના વિશે હું કંઈક કહેવા માગુ છું. ગુંજન અસમથી આવી હતી. અમે બાળકોને તેના શોખ/ટેલેન્ટ વિશે પૂછીએ છીએ. ગુંજને તેને ચાઈનીઝ ભાષા બોલવી ગમતી હોવાનું કહ્યું હતું. ગુંજને પહેલા જ એપિસોડમાં તે ચાઈનીઝ ભાષા બોલી શકતી હોવાનું કહ્યું હતું. અમે તેની વાત મજાકમાં લેતા હતા. કારણ કે બાળકો તો કંઈ પણ બોલતા હોય છે. તેણે જિબરિશ ચાઈનીઝમાં એકવાર બોલીને બતાવ્યું હતું. તેથી, એક એપિસોડમાં મેં તેને તેની ભાષામાં સ્ટેજ પર બોલાવી’

રાઘવ જુયાલે ‘વિવાદાસ્પદ વીડિયો’ પર કરી સ્પષ્ટતા

આ ઉપરાંત રાઘવે કહ્યું હતું કે તે ગિબ્રીશ ચાઇનીઝમાં વાત કરે છે. આ જ કારણે તેને એપિસોડમાં આ રીતથી ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવી હતી. તેના મિત્રો તથા પરિવાર પૂર્વોત્તર રાજ્યમાં રહે છે.

આ પણ વાંચો :રિયલ લાઈફમાં આજે દુલ્હન બનશે કુંડલી ભાગ્યની શ્રદ્ધા આર્યા, જુઓ મહેંદી સેરેમનીના ફોટો

‘હું ઉત્તર-પૂર્વ સાથે કનેક્ટેડ છું. મારો પરિવાર સિક્કિમમાં રહે છે, મારો પરિવાર હિમાચલપ્રદેશમાં પણ રહે છે. નાગાલેન્ડમાં પણ મિત્રો છે. તે પણ જિગરી જાન મિત્રો. હું તો રેસિઝમના સખત વિરુદ્ધમાં છું. આ માટે મને અપશબ્દો પણ સાંભળવા પડ્યા છે. તમને તેનાથી ઠેસ પહોંચી છે તો હું માફી માગુ છું. અમારો એવો હેતુ નહોતો. ક્લિપથી ટ્રોલ કરતા પહેલા આખો એપિસોડ જુઓ. ક્રિએટિવ જે નક્કી કરે છે તેમ હું કરું છું. હું સ્ક્રિપ્ટ ભાગ્યે જ ફોલો કરું છું. તેથી, તે એપિસોડમાં ગુંજનને તે રીતે બોલાવવાનું નક્કી કર્યું હતું. તેથી, હું ઈચ્છું છું કે એપિસોડ જુઓ અને પછી કંઈ કહો. પછી તમારે અપશબ્દો કહેવા હોય તો કહી શકો છો. ઈન્ટરનેટ ખાલી છે અને તમે પણ’.

Instagram will load in the frontend.

જુયાલે વધુમાં કહ્યું, “જો તમને મારા પરિચયથી ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. આવું કરવાનો ન તો મારો કે ચેનલનો ઈરાદો હતો. તેણે છેલ્લા એકમાં સૌથી સંપૂર્ણ એપિસોડ જોવાની વિનંતી કરી છે.”

રાઘવ જુયાલની જાતિવાદી ટિપ્પણી?

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ સો.મીડિયામાં પોસ્ટ શેર કરીને કહ્યું હતું, ‘રેસીઝમને આપણા દેશમાં કોઈ સ્થાન નથી. મારા ધ્યાનમાં આવ્યું છે કે લોકપ્રિય રિયાલિટી શોના હોસ્ટે ગુવાહાટીની સ્પર્ધક અંગે રેસિસ્ટ કમેન્ટ કરી હતી. આ ઘણું જ શરમજનક તથા અસ્વીકાર્ય છે. આપણા દેશમાં વંશીય ટિપ્પણીને કોઈ સ્થા નથી. આપણે સાથે મળીને આની નિંદા કરવી જ જોઈએ.’

આ પણ વાંચો :રાજકુમાર રાવના રિસેપ્શનમાં પહોંચ્યા VIP ગેસ્ટ, દીપિકા જેવા લુકમાં જોવા મળી પત્રલેખા

આ પણ વાંચો :લગ્નના બંધનમાં બંધાયો રાજકુમાર રાવ, પત્રલેખા સાથે લીધા સાત ફેરા, જુઓ ફોટો

આ પણ વાંચો : પ્રતિક ગાંધી અને તાપસી પન્નુની ફિલ્મ વો લડકી હૈ કહાં`નો ફર્સ્ટ લૂક રિલીઝ