Kashmir Encounter Terrorists/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર થયાની આશંકા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં રવિવારે મધરાતથી આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. બેથી ત્રણ આતંકીઓ ઘેરાયેલા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકીઓમાંથી એક એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો

Top Stories India
Beginners guide to 2024 06 17T105219.326 જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર થયાની આશંકા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં રવિવારે મધરાતથી આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. બેથી ત્રણ આતંકીઓ ઘેરાયેલા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકીઓમાંથી એક એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના અરગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર, 3 પારા, 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બાંદીપોરા પોલીસના જવાનોએ ગામને ઘેરી લીધું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ઘેરાબંધી વધુ કડક થતી જોઈને છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીના કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જેથી આતંકવાદીઓ અંધારાનો લાભ ઉઠાવીને ભાગી ન શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે 13 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ની ટીમે અરગામ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને પછી ફાયરિંગ શરૂ કર્યું. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આતંકવાદીઓ વચ્ચે અથડામણ જંગલ વિસ્તારમાં થઈ હતી. ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ડોડા જિલ્લામાં પણ અનેક હુમલા કર્યા હતા. આ આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોની ટીમ સંપૂર્ણ રીતે એલર્ટ છે.

જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી. કેટલાક કલાકો સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઘાટીમાં આતંકવાદીઓને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી બેઠક બાદ સુરક્ષા દળો ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનને વધુ તીવ્ર બનાવવા જઈ રહ્યા છે. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે સમાપ્ત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી

આ પણ વાંચો: ચૂંટણી પંચનું વલણ નિષ્પક્ષ રહ્યું નથી, કપિલ સિબ્બલે જણાવી દીધી વિપક્ષની આગળની રણનીતિ

આ પણ વાંચો: ભાજપના કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળતા ખળભળાટ, પોલીસ કરશે તપાસ