દમણ/ દિપાલી બારમાં બે જૂથ વચ્ચે બબાલ, એકનું મોત

દમણમાં દિપાલી બારમાં પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે બબાલ થઈ હતી.

Gujarat Others
YouTube Thumbnail 2024 05 18T175947.910 દિપાલી બારમાં બે જૂથ વચ્ચે બબાલ, એકનું મોત

@મયુર જોશી 

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દિપાલી બારમાં પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે બબાલ થઈ હતી. આજુબાજુના ટેબલ પર પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે કોઈ સામાન્ય  બાબતે બંને ગ્રુપો વચ્ચે બોલાચાલી થઈ હતી. અને વાત ગાળાગાળી અને  ઝપાઝપીથી આગળ વધી તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલા સુધી પહોંચી હતી. બબાલમાં  એક યુવકે બાજુના ટેબલ પર બેઠેલા ત્રણ યુવકો પર ચપ્પુ જેવા તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો.જેમાં ઋતુલ પિયુષ પટેલ નામના એક યુવકનું કરુણ મોત નિપજયું હતું.જ્યારે મૃતકના સાથે બેસેલા આકાશ પટેલ અને નેહ પટેલ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

 YouTube Thumbnail 2024 05 18T180040.400 દિપાલી બારમાં બે જૂથ વચ્ચે બબાલ, એકનું મોત

બનાવ બાદ બારમા દોડધામ મચી ગઈ હતી .આમ નજીવી બાબતે  બારમા ખેલાયેલા આ ખુંની ખેલ ને કારણે દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .ત્યાં એક યુવકની હાલત વધુ ગંભીર જણા હતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો  છે. બનાવની જાણ બાદ દમણની કચીગામ પોલીસ દોડતી  થઈ હતી .અને આરોપીઓને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ  કરી હતી. અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી અને હત્યા અને હુમલા જેવા બાબતમાં ચાર યુવકોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.

YouTube Thumbnail 2024 05 18T175900.896 દિપાલી બારમાં બે જૂથ વચ્ચે બબાલ, એકનું મોત

મળતી માહિતી મુજબ હત્યાનો ભોગ બનેલો યુવક ઋતુલ પિયુષ પટેલ અરવલ્લીના બાયડ નો વતની હતો.જ્યારે આરોપીઓ વાપી ના રહેવાસી હતા.આરોપીઓમાં વાપી માં રહેતા સુશીલ કુમાર પ્રેમ કુમાર પાંડે, વિશાલ અશોકભાઈ જમાદાર,શબ્બીર મોહંમદ નયીમ મોહંમદ અને ભાવિન ઉમેદ પટેલનો સમાવેશ થાય છે.દમણ કચીગામ પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી હત્યા ના કારણ જાણવા સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં બાળકોમાં હ્રદય રોગ વધ્યો, ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં થયો વધારો

આ પણ વાંચો:રાજ્યમાં મદરેસાઓનો કરાશે સર્વે, સરકારી માન્યતા અને સંચાલન કર્તા જેવી મહત્વની બાબતોની થશે ચકાસણી

આ પણ વાંચો:હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી

આ પણ વાંચો:લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સદ્કાર્યમાં વાપરવામાં આવશે