જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી મેના રોજ જામનગર આવી રહ્યા છે. તેમની મુલાકાત પૂર્વે ક્ષત્રિય સમાજના લોકોને મનાવવા માટે દોડધામ ચાલી રહી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જામનગરમાં ક્ષત્રિય સમાજના લોકો માટે બેઠક યોજી હતી. તેની સાથે આઇજી અને એસપી સાથે સંઘવીએ બેઠક યોજી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના નિમિત્તે હર્ષ સંઘવીએ જામનગરમાં અત્યારથી જ ધામા નાખી દીધા છે. સભા સ્થળ અને પ્રદર્શન મેદાનની મુલાકાત લીધી છે. આઇજી અને એસપી સાથે સંઘવીએ બેઠક કરી છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના લોકો સાથે પણ મોડી રાત સુધી બેઠક કરી હતી.
તેમણે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના ઘરે ચર્ચા કરી હતી. તેમણે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીના રાજારજવાડાઓ અંગેના નિવેદનને ખૂબ જ દુઃખદ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી વખતે આવા નિવેદન માટે કોંગ્રેસના યુવરાજ જાણીતા છે.
આમ ક્ષત્રિયોના મનાવવાના ભાજપના પ્રયાસો પછી છેલ્લો દોર વડાપ્રધાન મોદીના હાથમાં છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે પણ પટેલ સમાજની નારાજગીના પગલે ગુજરાતમાંથી ભાજપની સત્તા જાય તેવા સંજોગોનું નિર્માણ થયું હતું. આ સંજોગોમાં છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાઓ ગજવીને આખા જનમતને ભાજપની તરફેણમાં વાળીને સત્તા અપાવી હતી. તે સમયે ભાજપના જ આંતરિક સૂત્રો કહેતા હતા કે આ વખતે ભાજપને માંડ સીત્તેર બેઠકો મળે તો પણ ખરુ, પણ મોદીએ એકલા હાથે ભાજપને બહુમત અપાવ્યો હતો તે આજે બધા જાણે છે. તેથી જો ભાજપની વર્તમાન નેતીગીરી ક્ષત્રિયોને ન મનાવી શકે તો છેલ્લે વડાપ્રધાન મોદી જ મેદાન સંભાળશે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ, પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ
આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો