Not Set/ લખતરના તાવી ગામની સીમમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

કચ્છના લાકડીયાથી બરોડા જતી હેવી વિજલાઇન ખેતરોમાંથી પસાર કરવા વિજ ટાવરો ઊભા કરવાની કામગીરી સ્ટર્લાઈટ કંપની દ્વારા થઈ રહી છે

Gujarat
Untitled 15 13 લખતરના તાવી ગામની સીમમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

ખેડૂતોની સંમતિ વગર ખેતરમાં જી.સી.બી. ઉતારતા ખેડૂતોમાં રોષની લાગણી

કચ્છના લાકડીયાથી બરોડા જતી હેવી વિજલાઇન ખેતરોમાંથી પસાર કરવા વિજ ટાવરો ઊભા કરવાની કામગીરી સ્ટર્લાઈટ કંપની દ્વારા થઈ રહી છે. ત્યારે ખેડૂતોની સંમતિ વગર ખેતરમાં જી.સી.બી. ઉતારતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. લખતર તાલુકાના તાવી ગામે વીજળીના ટાવર ઉભા કરી ખેડૂતોને પરેશાન કરતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. આથી ઘટના સ્થળે દોડી ગયેકા પોલિસ કાફલાએ કેટલાક ખેડૂતોને ડિટેઇન કરી લખતર પોલીસ સ્ટેશન લાવવામાં આવતા ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો.

થોડા સમય અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની સીમમાં વિજલાઇન નાખવા આવેલા કંપનીના માણસો સાથે ખેડૂતોને ઘર્ષણ ઉભુ થતાં ચોટીલા ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણા પણ ઘટનાસ્થળે દોડી જઇ માંડ મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામેં ખેડૂતોના ખેતરમાં વિજ ટાવરો ઉભા કરવાની કામગીરીનો ખેડૂતોએ હલ્લાબોલ સાથે વિરોધ કરતા પોલિસના ધાડેધાડા ઉતર્યા હતા. જેમાં તાવી ગામની સીમમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

કચ્છના લાકડીયાથી બરોડા જતી હેવી વિજલાઇન ખેતરોમાંથી પસાર કરવા વીજ ટાવરો ઊભા કરવાની કામગીરી સ્ટર્લાઈટ કંપની દ્વારા હાલમાં થઈ રહી છે. ત્યારે કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ખેડૂતોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. અને ખેડૂતોની પોતાની માલિકીની જમીનમાં જી.સી.બી. ગેરકાયદેસર પ્રવેશ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

લખતર તાલુકાના તાવી ગામે કંપનીના માણસો સાથે ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યા બાદ કંપની દ્વારા ઉચ્ચલેવલે રજૂઆત કરી SRPની ટુકડી ઉતારી ખેડૂતોને ટીંગાટોળી કરી દૂર કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાસ પોલીસે ત્રણેક ખેડૂત અગ્રણીઓની અટકાયત કરી હતી. આમ, ખેડૂતોએ હાઇકોર્ટમાં આ અંગે અરજી કરી હોવા છતાં તેનો કોઈ જવાબ આવ્યા પહેલા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ.