જમ્મુ-કાશ્મીર/ અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઇ અથડામણ, 2 આતંકીવાદીઓનો કરાયો ખાત્મો

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીને ઠાર,

Top Stories India
આતંકીઓ

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળોની ટીમ દ્વારા બે અજાણ્યા આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :શું રાહુલ ગાંધીએ છોડી દીધું ટ્વિટરનો ઉપયોગ કરવાનું, અનલોક બાદ નથી કરી એક પણ પોસ્ટ

પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધી માર્યા ગયેલા આતંકવાદી વિશે કોઈ માહિતી મળી નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે માર્યા ગયેલા આતંકવાદી કોણ છે અને તે કયા આતંકવાદી જૂથ સાથે સંકળાયેલો હતો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમને કેટલાક આતંકવાદીઓ પંપોર વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળના જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન આતંકીએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં જ્યારે સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો તો તેમાં આતંકવાદી માર્યો ગયો.

આ પહેલા ગુરુવારે જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાનો એક જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) શહીદ થયો હતો.

આ પણ વાંચો :મુંબઇમાં બનશે 700 મીટર લાંબો વોક વે..જાણો વિશેષતા

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને થાનમંડી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને બંને વચ્ચે એન્કાઉન્ટર થયું.

જમ્મુમાં ડિફેન્સ પબ્લિક રિલેશન્સ ઓફિસર (PRO) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, “એન્કાઉન્ટર દરમિયાન રાષ્ટ્રીય રાઇફલ્સના એક JCO ને ગોળીઓ વાગી હતી. JCO ને તાત્કાલિક મેડિકલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેનું મૃત્યુ થયું હતું.”

આ પણ વાંચો : ઉત્તરાખંડને “આધ્યાત્મિક રાજધાની” બનાવવાનું વચન :કેજરીવાલનું માસ્ટર સ્ટ્રોક સમુ હિન્દુ કાર્ડ

રાજૌરીના પોલીસ અધિક્ષક શીમા નબી કસ્બાએ કહ્યું કે ઓગસ્ટમાં આ વિસ્તારમાં એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે. 6 ઓગસ્ટના રોજ થનામંડી વિસ્તારમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો :કેટલાક લોકો બેશરમીથી તાલિબાનને ટેકો આપી રહ્યા છે : CM યોગીનો પ્રહાર

આ પણ વાંચો :તાલિબાનોએ કરી ઇસ્લામિક અમીરાતની રચના,દેશ લોકશાહી નહીં હોય