જમ્મુ-કાશ્મીર/ રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ, એક આતંકી ઠાર, સેનાના JCO પણ થયા શહીદ

જમ્મુના રાજૌરીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે થી ત્રણ આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. આતંકવાદીઓ…

Top Stories India
રાજૌરીમાં

જમ્મુના રાજૌરીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે થી ત્રણ આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક જુનિયર કમિશ્ડ ઓફિસર શહીદ થયાના સમાચાર પણ છે. અત્યારે આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :હરિયાણા સરકારનો મોટો નિર્ણય, ગોરખધંધા શબ્દ પર આ કારણે લગાવ્યો પ્રતિબંધ

માહિતી અનુસાર, જંગલ વિસ્તારમાં 3 થી 4 આતંકવાદીઓ હાજર છે અને સુરક્ષા દળો આતંકવાદીઓની દરેક ગોળીનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ થાનમંડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીએ કહ્યું કે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. તેમણે કહ્યું કે સુરક્ષાદળોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો :પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું વિવાદાસ્પદ નિવેદન,જાણો શું કહ્યું

6 ઓગસ્ટના રોજ પોલીસે આ જ વિસ્તારમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. 6 ઓગસ્ટના રોજ રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ, પોલીસ અને સુરક્ષા દળોએ જિલ્લાના થાનમંડી જંગલ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળો આતંકીઓ સુધી પહોંચ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

આ પણ વાંચો :બિહારમાં ભાજપના ધારાસભ્ય હરિભૂષણનું વિવાદાસ્પદ નિવેદન

તે જ સમયે, 12 ઓગસ્ટના રોજ, કુલગામ જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના કાફલા પર ફાયરિંગ બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક સુરક્ષા કર્મચારી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો ત્યારે બીએસએફના કાફલા પર હુમલો થયો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારમાં માલપોરા ખાતે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બીએસએફના કાફલા પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો : મમતા બેનર્જીએ ત્રિપુરામાં આગામી ચૂંટણી જીતવાનો કર્યો દાવો