Political/ સાંસદ સાથે મારામારી કોંગ્રેસ નેતાઓને ભારે પડી, 27 સામે નોંધાયો કેસ

લોકોએ સાંસદ પર હુમલો કર્યો અને તેમને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટના બાદ સાંસદે પ્રમોદ તિવારી સહિત ડઝનથી વધુ લોકો સામે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે 27 લોકો સામે કેસ નોંધ્યો છે.

Top Stories India
1 373 સાંસદ સાથે મારામારી કોંગ્રેસ નેતાઓને ભારે પડી, 27 સામે નોંધાયો કેસ

પ્રતાપગઢનાં સાંગીપુર બ્લોકમાં શનિવારે કિસાન કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપનાં સાંસદ સંગમ લાલ ગુપ્તા મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન રાજ્યસભાનાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસનાં નેતા પ્રમોદ તિવારી, તેમની ધારાસભ્ય પુત્રી આરાધના મિશ્રા પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન લોકોએ સાંસદ પર હુમલો કર્યો અને તેમને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટના બાદ સાંસદે પ્રમોદ તિવારી સહિત ડઝનથી વધુ લોકો સામે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે 27 લોકો સામે કેસ નોંધ્યો છે.

1 374 સાંસદ સાથે મારામારી કોંગ્રેસ નેતાઓને ભારે પડી, 27 સામે નોંધાયો કેસ

આ પણ વાંચો – રેડિયો કાર્યક્રમ / PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને ક્યું સંબોધિત, કહ્યુ- વર્ષમાં એક વખત નદી ઉત્સહ મનાવવો જોઇએ

મળતી માહિતી મુજબ, સાંસદ સંગમ લાલ ગુપ્તાની ફરિયાદ પર પ્રમોદ તિવારી, ધારાસભ્ય આરાધના મિશ્રા સહિત 27 સામે કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે 50 અજાણ્યા સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે, ટૂંક સમયમાં પોલીસ આ કેસમાં ધરપકડ પણ કરી શકે છે. બીજી બાજુ, ભાજપનાં નેતાઓએ તિવારી, તેમની પુત્રી અને સમર્થકો સામે કાર્યવાહીની માંગણી સાથે લખનઉ-વારાણસી હાઇવે બ્લોક કર્યો હતો. આ બાબતની માહિતી મળતા જ પોલીસ-વહીવટીતંત્ર ફોર્સ સાથે પહોંચી ગયું હતુ અને સમજાવટ બાદ જામ ખોલવામાં આવ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ મામલે ભાજપનાં સાંસદે કહ્યું કે, તેઓ મંચ તરફ જઈ રહ્યા છે. તે સમય દરમિયાન, 50-60 લોકો પહેલેથી જ ત્યાં બેઠા હતા અને આયોજન કરી રહ્યા હતા. આ સાથે જ ઇન્સ્પેક્ટર સાંગીપુર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જલદી તેઓ રોકાયા, તેમના પર હુમલો કરવામાં આવ્યો. જેમાં તેમને ઘણી ઈજા થઇ હતી. કેટલાક બદમાશોએ તેમની કારમાં તોડફોડ પણ કરી હતી.

1 375 સાંસદ સાથે મારામારી કોંગ્રેસ નેતાઓને ભારે પડી, 27 સામે નોંધાયો કેસ

આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 28,326 કેસ, Active કેસ 1 ટકાથી પણ ઓછા

પ્રમોદ તિવારી અને તેમની ધારાસભ્ય પુત્રી 2 વાગ્યે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમના સમર્થકો તેમને સૂત્રોચ્ચાર કરતા મંચ પર લઈ ગયા. આ પછી સાંસદ પણ સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા. બંને પક્ષો શરૂઆતમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ થોડા સમય પછી વાતાવરણ ગરમ થઈ ગયું. કોંગ્રેસનો આરોપ છે કે સાંસદનાં સમર્થકો સ્ટેજ પર ચઢી ગયા હતા અને માઇક છીનવી લીધા હતા. જેના કારણે વિવાદ વધ્યો હતો.