પરિણામ/ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગયા વર્ષ કરતાં 13 ટકા ઓછું

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (જીએસઇબી)ના બારમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામ કુલ 73.27 ટકા છે, જે ગત વર્ષની તુલનામાં 13 ટકા ઓછું છે. આ બતાવે છે કે કોરોના કાળની અસર ઓસરી ગઈ છે.

Top Stories Gujarat
Std12 result ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગયા વર્ષ કરતાં 13 ટકા ઓછું

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (જીએસઇબી)ના બારમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામ કુલ 73.27 ટકા છે, જે ગત વર્ષની તુલનામાં 13 ટકા ઓછું છે. આ બતાવે છે કે કોરોના કાળની અસર ઓસરી ગઈ છે અને નવા અભ્યાસક્રમ સાથે સેટ થવામાં વિદ્યાર્થીઓને સમય લાગી રહ્યો છે.

કચ્છનું પરિણામ સૌથી ઊંચુ

આ વખતે ધોરણબાર સામાન્ય પ્રવાહના પરિણામમાં કચ્છ જિલ્લાએ બાજી મારી છે. કચ્છ જિલ્લાનું પરિણામ 84.59 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લા દાહોદનું છે, તેનું પરિણામ 54.67 ટકા છે. દાહોદ જિલ્લાએ આ વખતે ધોરણ દસથી લઈને ધોર સુધી બધામાં નીચી ટકાવારી લાવવાની પરિણામ જાળવી છે.

કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ વાગધ્રા કેન્દ્રનું

જિલ્લા પછી કેન્દ્ર દીઠ જોઈએ તો કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ વાગધ્રા કેન્દ્રનું 95.85 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દેવગઢ બારીયાનું 3ૂ6.28 ટકા છે. જ્યારે 311 શાળાઓ એવી છે જેણે સો ટકા પરિણામ મેળવ્યું છે.

કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ વાગધ્રા કેન્દ્રનું

વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની સત્તાવાર વેબસાઈટ (www.gseb.org) પર પોતાનું પરિણામ જોઈ શકશે. આ પરિણામને ડાઉનલોડ પણ કરી શકશે. પોતાનું ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો GSEBની વેબસાઈટ પર નંબર નાંખીને પોતાનું પરિણામ જોઇ શકે છે.

પરિણામ વોટ્સએપ પર કેવી રીતે જોવા?

રાજ્ય સરકારે પણ હવે 5જીના પગલે ટેકનોસેવી બનવાનો નિર્ણય કર્યો છે.આના પગલે પરીક્ષા કેન્દ્રો અને સ્કૂલો પર ભીડભાડ ન થાય એટલા માટે હવે પરિણામ વોટ્સએપ પર જ મળી જશે. વોટ્સએપ પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો, તેના લીધે વિદ્યાર્થીઓએ તેમનું પરિણામ જોવા માટે કેન્દ્ર પર પણ જવું પડ્યું ન હતુ. તેથી હવે આગામી વર્ષોમાં આ જ પ્રણાલિ જાળવી રાખવામાં આવશે. તેના લીધે વિદ્યાર્થીને તેના પરિણામની તાત્કાલિક જાણકારી વોટ્સએપ પર મળી જશે અને પછી તે રિઝલ્ટ લેવા માટે સ્કૂલ પર જઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63573000971 પર તેમનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.

માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?

પહેલું પગલું: ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાઓ., બીજું પગલુંઃ આર્ટસ અને કોમર્સ માટે HSC, 12મું પરિણામ 2023 લિંક પર ક્લિક કરો. ત્રીજું પગલુંઃ તમારા લોગ-ઇન ઓળખપત્રો દાખલ કરો. ચોથું પગલું: GSEB HSC 12મું પરિણામ 2023 ડાઉનલોડ કરો અને સેવ કરો પાંચમુ પગલું: ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ મુલાકાત/ PM મોદીએ કંબોડિયાના રાજા સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આપી ખાતરી આપી

આ પણ વાંચોઃ Karanataka/ કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ,મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો

આ પણ વાંચોઃ Sco Summit/ ભારત 4 જુલાઈએ વર્ચ્યુઅલ રીતે SCO સમિટની યજમાની કરશે, આ દેશોને આપવામાં આવ્યું આમંત્રણ