Himachalpradesh-IMD/ હિમાચલ પ્રદેશ : રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષાની હવામાન વિભાગની આગાહી, લોકોનું વધ્યુ ટેન્શન

હિમાચલ પ્રદેશમાં આગામી સમયમાં ભારે વરસાદ અને હિમવર્ષાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. હિમવર્ષા થતા રાજયમાં ઠંડીનું પ્રમાણ વધશે.

Top Stories India
YouTube Thumbnail 72 1 હિમાચલ પ્રદેશ : રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષાની હવામાન વિભાગની આગાહી, લોકોનું વધ્યુ ટેન્શન

હિમાચલ પ્રદેશ : રાજ્યમાં આગામી સમયમાં ભારે વરસાદ અને હિમવર્ષાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. હિમવર્ષા થતા રાજયમાં ઠંડીનું પ્રમાણ વધશે. ટૂંક સમયમાં ઠંઠૂવાતા મારતી ઠંડીનો અનુભવ કરવો પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરતા લોકોનું ટેન્શન વધ્યું છે. વાસ્તવમાં, હવામાન વિભાગ શિમલા કેન્દ્રએ આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાના કારણે આફતઃ લાહૌલ-પાંગીમાં હિમસ્ખલન, 63 માર્ગ ઠપ | Himachal Weather: Avalanche In Lahaul pangi Avalanche in Lahaul Pangi 63 roads bocked

હવામાન વિભાગ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. જેમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30-31 જાન્યુઆરીએ સક્રિય થઈ શકે છે જ્યારે અન્ય 2-3 ફેબ્રુઆરી વચ્ચે સક્રિય થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, લાહૌલ-સ્પીતિ, શિમલા, કિન્નૌર, ચંબા, કુલ્લુ, મંડી, સિરમૌરના ઉચ્ચ વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 31 જાન્યુઆરીએ ચંબા, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ અને કિન્નોરના હવામાન વિભાગે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યનું તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે.

કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ-લદ્દાખમાં મુશળધાર વરસાદ-બરફ વર્ષાની આશંકા | Snow and rain in Ladakh, Jammu and Kashmir, Himachal Pradesh

હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ત્યારે અપાય છે જ્યારે લાંબા દિવસો સુધી ખરાબ હવામાનના કારણે ગંભીર અસર જોવા મળે. યલો અલર્ટ ખતરાની નિશાની તરીકે જોવામાં આવે છે. જેમાં સંભવિત ખતરાની આગાહી કરવામાં આવી છે.  ભારતમાં અત્યારે ઘણા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારે  આગામી સમયમાં હિમાચલ પ્રદેશ સહિત દેશના ઉત્તરીય ભાગોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે. IMD દ્વારા હિમવર્ષાની આગાહી કરવામાં આવી. હિમવર્ષનાને પગલે ઠંડા પવનો ફૂંકાતા દેશના ઉત્તરીય ભાગોમાં ફરી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. અને ઠંઠૂવાતા મારતી ઠંડીનો બીજો રાઉન્ડ જોવા મળી શકે.

ઉત્તરીય ભાગોમાં થતી હિમવર્ષા સહેલાીઓને હંમેશા આકર્ષિત કરે છે. દેશમાં દૂર-દૂરથી સહેલાણીઓ ‘સ્નોફોલ’નો આનંદ માણવા આ મહિનામાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ફેવરીટ સ્થાનોની મુલાકાત લેતા હોય છે.  ઉત્તરીયભાગોમાં પથરાતી બરફની ચાદરમાં ફરવાો આનંદ અનેરો હોય છે. સહેલાણીઓ પસંદગીના સ્થાનો પર આ સમય દરમ્યાન સ્કેટિંગ જેવી વિવિધ પ્રવૃત્તિમાં સામેલ થતા હોય છે.  વિભાગ દ્વારા આગામી સમયમાં કેટલાક ભાગોમાં હિમવર્ષાની આગાહી કરતા સહેલાણીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ