Not Set/ ગુજરાતનાં આ વિસ્તારોમાં મેઘો ભારે વરસાદથી ધમરોળશે, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી વાતાવરણ

ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં મેઘરાજાએ તેની મહેર કરી છે, ત્યારે જો ભારે વરસાદની વાત કરીએ તો તે વડોદરા બાદ હવે વલસાડ, તાપી અને સુરતમાં મેઘો ખૂબ વરસ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા કલાકોમાં 84 […]

Gujarat
weather 172bdf42 56ba 11e8 ae13 d985d3701f4e ગુજરાતનાં આ વિસ્તારોમાં મેઘો ભારે વરસાદથી ધમરોળશે, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી વાતાવરણ

ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં મેઘરાજાએ તેની મહેર કરી છે, ત્યારે જો ભારે વરસાદની વાત કરીએ તો તે વડોદરા બાદ હવે વલસાડ, તાપી અને સુરતમાં મેઘો ખૂબ વરસ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા કલાકોમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો છે.

ગુજરાતનાં આ વિસ્તારોમાં મેઘો ભારે વરસાદથી ધમરોળશે, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી વાતાવરણ

રાજ્યમાં વડોદરા બાદ સુરતનો વારો કાઠતો વરસાદ પૂરી તાકાત સાથે વરસ્યો છે. અહી માત્ર બે કલાકમાં 8 ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે ઓલપાડ પંથક પાણી-પાણી થઇ ગયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. અહી છેલ્લા ચાર કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કપરાડામાં વધુ 2 ઇંચ તો કપડવંજમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વધુમાં જણાવી દઇએ કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.

cloudy gujarat 080118 ગુજરાતનાં આ વિસ્તારોમાં મેઘો ભારે વરસાદથી ધમરોળશે, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી વાતાવરણ

ઉકરાળથી કંટાળી ગયેલા લોકો માટે વરસાદ એક વરદાન સમાન બનીને આવ્યો છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. વાપીની વાત કરીએ તો અહી માત્ર બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આપને જણાવી દઇએ કે, આગામી 5 દિવસ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જો કે આગાહીનાં પગલે તંત્ર પહેલાથી જ સજાગ થઇ ગયુ છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો – પ્રેશર નિર્માણ થશે. જેથી રાજ્યનાં કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ, દ્વારકા અને જામનગર પર નવું લો– પ્રેશર નિર્માણ થશે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે.

rainnn ગુજરાતનાં આ વિસ્તારોમાં મેઘો ભારે વરસાદથી ધમરોળશે, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી વાતાવરણ

આવનારા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાતનાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વધુમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ફરીથી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

841066 rains gujarat ગુજરાતનાં આ વિસ્તારોમાં મેઘો ભારે વરસાદથી ધમરોળશે, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી વાતાવરણ

સૌરાષ્ટ્રનાં દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનાં મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. તેમજ 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે તેવી સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.