Accident/ બેસણામાં બેસવા જઈ રહેલા પરિવાર ઉપર તૂટી પડયા આફતના વાદળો

ફેદરા હાઇવે ઉપર અક્સમાતની ઘટના બનતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે બગોદરાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરથી અમદાવાદ શહેરમાં બેસણામાં બેસવા માટે સ્પેશિયલ કાર કરીને આવી રહેલા પરિવારને અકસ્માત નડયો હતો. ચાલુ […]

Ahmedabad Gujarat
PICTURE 4 97 બેસણામાં બેસવા જઈ રહેલા પરિવાર ઉપર તૂટી પડયા આફતના વાદળો

ફેદરા હાઇવે ઉપર અક્સમાતની ઘટના બનતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે બગોદરાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરથી અમદાવાદ શહેરમાં બેસણામાં બેસવા માટે સ્પેશિયલ કાર કરીને આવી રહેલા પરિવારને અકસ્માત નડયો હતો. ચાલુ ગાડીમાં ટાયર ફાટી જતા ઇનોવા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી જતા તેમને બગોદરા સરકારી હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.