Not Set/ CM યોગી કોરોના કાળ દરમિયાન અયોધ્યાની રામલીલા જોવા જશે..!!

  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના સમયગાળા દરમિયાન અયોધ્યામાં યોજાનારી રામલીલાની મુલાકાત લેશે. સીએમ યોગીએ રામલીલા સમિતિના મુખ્ય સંરક્ષક સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રવેશ સાહેબ સિંહ વર્મા અને પ્રમુખ સુભાષ મલિકના આમંત્રણને સ્વીકાર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વખતે કોરોનાના કહેર વચ્ચે અયોધ્યામાં રામલીલા જોવા માટે પહોંચશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને રામ મંદિર […]

Uncategorized
cc41a5b6be99d7dc28a99af17ceb6274 1 CM યોગી કોરોના કાળ દરમિયાન અયોધ્યાની રામલીલા જોવા જશે..!!
 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના સમયગાળા દરમિયાન અયોધ્યામાં યોજાનારી રામલીલાની મુલાકાત લેશે. સીએમ યોગીએ રામલીલા સમિતિના મુખ્ય સંરક્ષક સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રવેશ સાહેબ સિંહ વર્મા અને પ્રમુખ સુભાષ મલિકના આમંત્રણને સ્વીકાર્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વખતે કોરોનાના કહેર વચ્ચે અયોધ્યામાં રામલીલા જોવા માટે પહોંચશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને રામ મંદિર નિર્માણની ભવ્ય પૂજા બાદ અયોધ્યામાં ભવ્ય રામલીલા થશે. સીએમ યોગીને  રામલીલા સમિતિના મુખ્ય સંરક્ષક અને ભાજપના સાંસદ પ્રવેશ સિંહ વર્મા અને પ્રમુખ સુભાષ મલિકે તેમને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેનો  સીએમ યોગી આદિથનાથે સ્વીકાર્યો છે.

આ બેઠક દરમિયાન પ્રવેશસિંહ વર્માએ મુખ્યમંત્રીને રામલીલાની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. એક્ટર બિંદુ દારા સિંહ પણ તેમની સાથે હાજર હતા. નોધનીય છે કે, બિંદુ દારા સિંહ રામલીલામાં હનુમાનનું પાત્ર ભજવી રહ્યા છે. આ ઉપરાંત આ રામલીલામાં સાંસદ મનોજ તિવારી અંગદની ભૂમિકા ભજવશે અને સાંસદ રવિ કિશન રામના ભાઈ ભરતની ભૂમિકા નિભાવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિંદુ દારા સિંહને કહ્યું કે તમારા પિતા પણ હનુમાનજીની ભૂમિકા ભજવતા હતા. તમે તેનો વારસો સારી રીતે સંભાળ્યો છે. બિંદુ દારા સિંહે કહ્યું, જ્યારે હું રામાયણમાં તમારા પિતાની ભૂમિકા જોતો ત્યારે મને ખૂબ આનંદ થતો.

આપને જણાવી દઈએ કે, રામલીલાનો કાર્યક્રમ અયોધ્યામાં 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજવામાં આવશે. આ વખતે રામલીલામાં બોલીવુડના સુપરસ્ટાર્સનો જુસ્સો જોવા મળશે. બિંદુ દારા સિંહ, મનોજ તિવારી અને રવિ કિશન ઉપરાંત અસારાની  નારદની ભૂમિકા નિભાવશે. શાહબાઝ ખાન રાવણના રોલમાં જોવા મળશે. તેવી જ રીતે રીતુ શિવપુરી, રઝા મુરાદ જેવા કલાકારો પણ અયોધ્યાની રામલીલામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.