પ્રહાર/ CM અશોક ગેહલોત ભાજપ પર ભડક્યા,રાજેશ પાયલોટનું અપમાનએ વાયુસેનાના બલિદાનનું અપમાન!

બીજેપીનો આરોપ છે કે રાજેશ પાયલટે એરફોર્સમાં નિયુક્તિ બાદ 5 માર્ચ 1966ના રોજ મિઝોરમમાં બોમ્બ ફેંક્યા હતા

Top Stories India
9 1 7 CM અશોક ગેહલોત ભાજપ પર ભડક્યા,રાજેશ પાયલોટનું અપમાનએ વાયુસેનાના બલિદાનનું અપમાન!

સચિન પાયલટના પિતા રાજેશ પાયલોટ પર ભાજપની ટિપ્પણી બાદ હવે રાજકીય તાપમાન વધી ગયું છે. બીજેપીનો આરોપ છે કે રાજેશ પાયલટે એરફોર્સમાં નિયુક્તિ બાદ 5 માર્ચ 1966ના રોજ મિઝોરમમાં બોમ્બ ફેંક્યા હતા. સચિન પાયલોટે આનો જવાબ આપતા કહ્યું કે ભાજપ પાસે ખોટી તારીખો અને તથ્યો છે. તેમના દિવંગત પિતા રાજેશ પાયલટે આવું કર્યું ન હતું.  હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને ભાજપ પર નિશાન સાધ્યું છે.અશોક ગેહલોતે પોસ્ટમાં લખ્યું, ‘કોંગ્રેસના નેતા શ્રી રાજેશ પાયલટ ભારતીય વાયુસેનાના બહાદુર પાયલટ હતા. તેમનું અપમાન કરીને ભાજપ ભારતીય વાયુસેનાના બલિદાનનું અપમાન કરી રહી છે. આખા દેશે તેની નિંદા કરવી જોઈએ.

મહત્વની વાત એ છે કે, એક ન્યૂઝ ચેનલનો વીડિયો શેર કરતા બીજેપી નેતા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે રાજેશ પાયલટે એરફોર્સમાં હતા ત્યારે વર્ષ 1966માં મિઝોરમની રાજધાની આઈઝોલમાં બોમ્બ ફેંક્યા હતા. તેણે એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે રાજેશ પાયલટ અને સુરેશ કલમાડી એ જ ભારતીય વાયુસેનાના બે વિમાનો ઉડાવ્યા હતા જેમણે આઈઝોલ પર બોમ્બ ફેંક્યા હતા. બાદમાં બંનેને કોંગ્રેસમાં મંત્રી પદ પણ મળ્યું. થોડા સમય પહેલા પીએમ મોદીએ સંસદમાં કહ્યું હતું કે તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ મિઝોરમ વિરુદ્ધ ભારતીય વાયુસેનાનો દુરુપયોગ કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે આજે પણ મિઝોરમ દર વર્ષે 5 માર્ચે શોક મનાવે છે. તેઓ હજુ સુધી ભૂલી શક્યા નથી.