શ્રદ્ધાંજલિ/ રણજી ક્રિકેટર અવી બારોટના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વીટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અવી બારોટના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે..

Ahmedabad Gujarat
અવી બારોટ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન થતા ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. માત્ર 29 વર્ષની વયે અવીના નિધનથી SCA શોકમગ્ન બન્યુ છે. અવી બારોટ ગુજરાતી ક્રિકેટ જગતમાં સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન તરીકે પોપ્યુલર હતા. તેમના નિધન પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વીટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અવી બારોટના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો : પત્નીની હત્યા કરી યુવકે પોલીસને ફોન કરી કહ્યું – મેં મારી પત્નીની હત્યા કરી છે, કયા હાજર થાઉ

આપને જણાવી દઈએ કે,  અવી બારોટ ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયર શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેમણે 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. તો હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં પણ રમ્યા હતા. અવી વિકેટકિપર કમ બેટ્સમેન હતો. અવી બારોટ 2019-20ની સૌરાષ્ટ્રની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો.

અવી બારોટ સારા એવાં વિકેટકીપર તેમજ જમણા હાથના બેટ્સમેન હતાં. તેઓએ પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેઓએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતાં. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક T-20 માં 717 રન બનાવ્યા હતાં. જ્યારે સૌરાષ્ટ્ર એ 2019-20 સિઝનમાં બંગાળને હરાવી રણજી ટ્રોફીનો ખિતાબ મેળવ્યો હતો. સૌરાષ્ટ્ર માટે અવીએ 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક T 20 મેચ રમી હતી.

આ પણ વાંચો : હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

અવી બારોટ વર્ષ 2011 માં ભારતની અંડર -19 ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેણે સ્થાનિક ટી 20 માં માત્ર એક સદી ફટકારી હતી, જે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફટકારી હતી. તેમણે ગોવા સામેની મેચમાં માત્ર 53 બોલમાં 122 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે અવી બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ સમાચાર છે. જેની પાસે અદભૂત ક્રિકેટ કુશળતા હતી. તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચોમાં બારોટનું પ્રદર્શન અદભૂત હતું. તે એક સારો વ્યક્તિ અને મિત્ર હતો. તેમના અચાનક અવસાનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા દરેકને ભારે દુ: ખ થયું છે.

આ પણ વાંચો :રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા

આ પણ વાંચો : બહુચરાજી માં માતાજીને આજે વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર પહેરાવ્યો

આ પણ વાંચો :16 ઓકટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના 27 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે