ગાંધીનગર/ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં, ચાર અધિકારીઓની CMO માં કરી નિયુક્તિ

રાજ્યમાં જ્યારે નવા મંત્રીમંડળની શપથવિધિ થવાની અટકળો વચ્ચે આજે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
રાજ્યમાં
  • નવા CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં
  • ચાર અધિકારીઓની CMOમાં કરી નિયુક્તિ
  • મનોજ દાસ અને અશ્વિનીકુમારની બદલી
  • દાસની જગ્યાએ CMOમાં આવ્યા પંકજ જોશી
  • અશ્વિનીકુમારનું સ્થાન લીધું શ્રીમતી અવંતિકા સિંઘે
  • ભરૂચનાં કલેકટર એમ.ડી.મોડીયા CMOમાં
  • ડી.એચ.શાહની પણ CMOમાંથી વિદાય
  • અમદાવાદનાં DMC એન.એન.દવે CMOમાં નિમાયા

રાજ્યમાં જ્યારે નવા મંત્રીમંડળની શપથવિધિ થવાની અટકળો વચ્ચે આજે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ચાર અધિકારીઓની CMO માં નિયુક્તિ કરવામાં આવી છે.

11 56 CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં, ચાર અધિકારીઓની CMO માં કરી નિયુક્તિ

આ પણ વાંચો – પરિણામ / JEE Main 2021 નું પરિણામ જાહેર, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં મેળવ્યા 100 ટકા

  • પંકજ જોશી મુખ્યમંત્રીનાં નવા ACS બન્યાં
  • નવા અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી
  • અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની વરણી
  • IAS અવંતિકા સિંઘ બન્યાં CMO સચિવ

11 55 CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં, ચાર અધિકારીઓની CMO માં કરી નિયુક્તિ

આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ

તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર, CMO માં કાર્યરત મનોજ દાસ અને અશ્વિનીકુમારની બદલી કરવામાં આવી છે. ઉપરાંત ડી.એચ.શાહની પણ બદલી કરવામાં આવી છે. જણાવી દઇએ કે, મનોજ દાસની જગ્યાએ પંકજ જોશીની CMO માં નિયુક્તિ કરવામાં આવી છે. પંકડ જોશી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નવા અધિક સચિવ બન્યા છે. વળી અશ્વિનીકુમારનું સ્થાન શ્રીમતી અવંતિકા સિંઘે લીધુ છે. IAS અવંતિકા સિંઘ CMO સચિવ બન્યા છે. ઉપરાંંત ભરૂચનાં કલેક્ટર એમ.ડી. મોડીયાની પણ CMO માં નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદનાં DMC એન.એન.દવે CMO માં નિમાયા છે.

https://twitter.com/mantavyanews/status/1438005022541836290?s=20

આ પણ વાંચો – Covid-19 / દેશમાં આજે ફરી વધ્યા કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં 284 દર્દીઓનાં થયા મોત

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ભૂપેંદ્ર પટેલનાં નવા મંત્રીમંડળને આજે આખરી ઓપ આપી શકાય છે, જેના માટે ગત મોડી રાત્રિ સુધી ભાજપ કાર્યાલય પર મંત્રણા ચાલી હતી. આ મંત્રણામાં ભૂપેન્દ્ર યાદવ અને સંતોષની આગેવાનીમાં ચાલી હતી. જેમા CM ભુપેંન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. અત્યંત ગુપ્તતા સાથે આ સમગ્ર ઓપરેશન ચાલી રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં અટકળો અને અફવાઓની આંધી છે. આજે બપોરે બે વાગ્યાની આસપાસ શપથવિધિ યોજાય તેવી સંભાવનાઓ છે. આ અંગે રાજભવનને જાણ નહોતી, જે ઘણી આશ્ચર્યની વાત છે. જણાવી દઇએ કે, આ નવા મંત્રીમંડળમાં ઘણા પત્તા કપપાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ હોવાનુ પણ ચર્ચામાં છે. નવા મંત્રીમંડળની શપથવિધિમાં 22 થી 25 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ છે. સુત્રો કહી રહ્યા છે કે, ડો.નીમાબેન આચાર્ય,જીતુ વાઘાણી, કિર્તીસિંહ વાઘેલા, શશીકાંત પંડયા, શશીકાંત પંડયા, ડો.આશા પટેલને સ્થાન મળી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…