Not Set/ સમલૈંગિકતા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, કહ્યું, સજાતીય સંબંધો નથી કોઈ અપરાધ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી બે વયસ્કો વચ્ચેના સજાતીય સંબંધો અંગે અનેક અટકળો જોવા મળી રહી હતી, ત્યારે હવે ગુરુવારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ઐતિહાસિક ચુકાદો અપતા સમલૈંગિકતા સંબંધોને અપરાધ માનવાની IPCની ધારા ૩૭૭ના પ્રાવધાનમાં સુધારો કરવામાં આવ્યો છે. In a landmark judgement, after months of deliberations, the […]

Top Stories India Trending
DmZDJQUU4AA vPf સમલૈંગિકતા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, કહ્યું, સજાતીય સંબંધો નથી કોઈ અપરાધ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી બે વયસ્કો વચ્ચેના સજાતીય સંબંધો અંગે અનેક અટકળો જોવા મળી રહી હતી, ત્યારે હવે ગુરુવારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ઐતિહાસિક ચુકાદો અપતા સમલૈંગિકતા સંબંધોને અપરાધ માનવાની IPCની ધારા ૩૭૭ના પ્રાવધાનમાં સુધારો કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિને સન્માનભેર જીવવાનો અધિકાર છે અને સમલૈંગિકતા એ અપરાધ નથી”.

બંધારણીય ખંડપીઠે ૧૭ જુલાઈના રોજ પોતાનો નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત

આ પહેલા CJI દિપક મિશ્રા સહિત જસ્ટિસ આર એએફ નરીમન, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રહુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની ખંડપીઠે ૧૦ જુલાઈના રોજ આ મામલે સુનાવણી શરુ કરી હતી અને ત્યારબાદ ૧૭ જુલાઈના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

06 04 2018 deepak mishra સમલૈંગિકતા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, કહ્યું, સજાતીય સંબંધો નથી કોઈ અપરાધ

પોતાનો નિર્ણય સંભાળવતા ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, “જજોનું કહેવું છે કે, બંધારણીય લોકતાંત્રિક વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી છે. જીવનનો અધિકાર એ વ્યક્તિનો માનવીય અધિકાર છે. આ અધિકાર સિવાય બીજા અધિકારો ન્યાયી છે”.

એક બીજા અધિકારોનું સન્માન કરવું જોઈએ :SC

કોર્ટનું કહેવું છે કે, આ પ્રકારે રોક લગાવવી એ બંધારણીય અધિકારોનું હનન છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ LGBT (લેસ્બિયન, ગે, બાઈ સેક્યુઅલ, ટ્રાન્સજેન્ડર) કોમ્યુનિટીના લોકો પણ આટલા જ અધિકારો છે. એક બીજા વ્યક્તિઓએ અધિકારોનું સન્માન કરવું જોઈએ”.

બીજી બાજુ સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિકતા મુદ્દે આપવામાં આવેલા ચુકાદા બાદ ઘણા રાજ્યોમાં LGBT કોમ્યુનિટીના લોકો ખુશી મનાવી રહ્યા છે.

શું છે IPCની ધારા ૩૭૭ ?

IPC (ઇન્ડિયન પીનલ કોડ)ની ધારા ૩૭૭ મુજબ, કોઈ પણ વે વયસ્ક (એડલ્ટ) પ્રકૃતિની વ્યવસ્થા વિરુધ સંબંધ બનાવે ત્યારે તેને અપરાધ માનવામાં આવે છે. આ અપરાધ મત મુજબ આરોપીને આજીવન કેદ અથવા તો ૧૦ વર્ષ સુધીની સજાની સાથે આર્થિક દંડની પણ જોગવાઈ છે.

ધારા ૩૭૭ને ગેરકાયદેસર ઘોષિત કરવાની ઉઠી હતી માંગ

આ વ્યવસ્થા વિરુધ દેશની સર્વોચ્ચ અદાલતમાં અલગ-અલગ પીટીશન કરવામાં આવી હતી. આ અરજીઓમાં બે એડલ્ટ વચ્ચે પોતાની સહમતીથી સમલૈંગિક યૌન સંબંધો ને ગુનાની શ્રેણીમાં રાખવાવાળી ધારા ૩૭૭ને ગેરકાયદેસર અને અબંધારણીય ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી.

૨૦૦૧માં દિલ્હી હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો આ મુદ્દો

સમલૈંગિકતાનો મુદ્દો સૌથી પહેલા ૨૦૦૧માં એક અસરકારી સંસ્થા નાજ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા બે વયસ્કો વચ્ચેના સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર કરતા તેને ૨૦૦૯માં ગેરકાયદાકીય ઘોષિત કર્યો હતો.