પ્રારંભ/ રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલે લોકમેળાનું કર્યું ઉદ્વઘાટન

મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુ ભાઈ વાઘાણી, રાઘવજી પટેલ,બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ વગેરેએ પણ ચકડોળ ની સવારીનો આનંદ લીધો હતો

Top Stories Gujarat
1 60 રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલે લોકમેળાનું કર્યું ઉદ્વઘાટન

રાજકોટના લોકમેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ લોકમેળો યોજાઈ રહ્યો હોય સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે લોકોમાં જબરો ઉત્સાહ છવાઈ જવા પામેલ છે.આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજર ફાળકો કહેવાય છે તેવા ચકડોળની સવારીની મોજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણીશ્રી વજુભાઈ વાળા સાથે માણી હતી.

મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુ ભાઈ વાઘાણી, રાઘવજી પટેલ,બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ વગેરેએ પણ ચકડોળ ની સવારીનો આનંદ લીધો હતો.ઉલ્લેખનીય છે કે લોકમેળાની તૈયારીઓ ઘણાસમયથી ચાલી રહી હતી, જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. લોકમેળાનો આજથી રંગારંગ પ્રારંભ થતાની સાથે જ લોકો ફેસ્ટીવલ મૂડમાં આવી જવા પામેલ છે. લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રુા. ચાર કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો મેળાનો લાભ લેવાના હોય, લોકો આનંદ પ્રમોદથી મેળો માણી શકે અને ટ્રાફિકની મુશ્કેલી સર્જાઇ નહીં તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ 17 રસ્તા બંધ કરાયા છે, આ ઉપરાંત મેળામાં આવતા લોકો પાર્કિંગના નામે લૂંટાઈ નહીં તે માટે 18 સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તો લોકમેળા નજીકના ચાર રસ્તા વાહનની અવર જવર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.