69th National Film Awards/ આલિયા ભટ્ટને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ, અલ્લુ અર્જુન બન્યો બેસ્ટ એક્ટર

આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના દમદાર અભિનય માટે આ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને બેસ્ટ ડાયલોગની કેટેગરીમાં એવોર્ડ પણ મળ્યો છે.

Top Stories Entertainment
Untitled 204 આલિયા ભટ્ટને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ, અલ્લુ અર્જુન બન્યો બેસ્ટ એક્ટર

સિનેમા જગતના સૌથી મોટા સન્માન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આજે, 24 ઓગસ્ટે, માહિતી પ્રસારણ મંત્રાલયે 69મા ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પુરસ્કારોની જાહેરાત કરી છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના દમદાર અભિનય માટે આ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને બેસ્ટ ડાયલોગની કેટેગરીમાં એવોર્ડ પણ મળ્યો છે. અને અલ્લુ અર્જન સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યો છે. અલ્લુ અર્જુનને ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

‘છેલ્લો શો’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતી ‘દાળ-ભાત’ને બેસ્ટ શોર્ટ ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે.

જુઓ લીસ્ટ 

  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ્સ
  • શ્રેષ્ઠ અભિનેતા – અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)
  • શ્રેષ્ઠ દિગ્દર્શન – નિખિલ મહાજન (મરાઠી ફિલ્મ) ગોદાવરી
  • શ્રેષ્ઠ અભિનેત્રી – આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) કૃતિ સેનન (મિમી)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – પલ્લવી જોશી (કાશ્મીર ફાઇલ્સ)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પંકજ ત્રિપાઠી (મિમી)
  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશન – પુષ્પા અને આર.આર
  • શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર – સરદાર ઉધમ સિંહ
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ સંપાદન – ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – આર.આર
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – સરદાર સિંહ
  • શ્રેષ્ઠ પુરૂષ ગાયક – કાલ ભૈરવ (RRR)

વિજેતાઓની જાહેરાત કરતા પહેલા, માહિતી અને પ્રસારણ વિભાગના અધિક સચિવ નીરજા શેખરે મીડિયાને જણાવ્યું હતું કે 28 ભાષાઓમાં કુલ 280 ફીચર ફિલ્મો અને 23 ભાષાઓમાં 158 નોન-ફીચર ફિલ્મો વિચારણા માટે પ્રાપ્ત થઈ હતી. સાઉથની ફિલ્મ ‘RRR’ નેશનલ એવોર્ડ્સમાં પણ લોકપ્રિય રહી છે. ઇન્ટરનેશનલ લેવલ પર ઓસ્કાર જીત્યા બાદ આ ફિલ્મે અનેક નેશનલ એવોર્ડ જીત્યા છે.

આ એવોર્ડ શા માટે આપવામાં આવે છે?

કલા, સંસ્કૃતિ, સિનેમા અને સાહિત્યના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવે છે. કલાકારને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે તે માટે આ એવોર્ડ આપવામાં આવે છે.

ક્યારે થઇ આની શરૂઆત

નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત 1954માં થઈ હતી. સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મરાઠી ફિલ્મ શ્યામચી આઈને મળ્યો હતો. અને હિન્દી ફિલ્મ દો બીઘા જમાને ઓલ ઈન્ડિયા સર્ટિફિકેટ ઓફ મેરિટ એવોર્ડ મળ્યો હતો.

કોણ આપે છે એવોર્ડ

આ પુરસ્કારો રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે, પરંતુ ક્યારેક ઉપરાષ્ટ્રપતિ અથવા માહિતી પ્રસારણ મંત્રીએ પણ આ પુરસ્કારો આપ્યા છે. જોકે મોટાભાગનો સમય રાષ્ટ્રપતિ આપે છે. રાષ્ટ્રપતિ તરફથી આ મોટો એવોર્ડ મેળવવો કલાકારો માટે ગર્વની વાત છે.

આ પણ વાંચો:Bollywood Stars Own Land on Moon/બોલિવૂડના આ સ્ટાર્સે ચંદ્ર પર ખરીદી છે જમીન , કિંમત છે કરોડોમાં?

આ પણ વાંચો:Film Industry V/S Chandrayan/માધવનની ‘રોકેટરી’ થી અક્ષયની ‘મિશન મંગલ’ સુધી, જ્યારે ચંદ્ર પર પહોંચી ફિલ્મ ઇન્ડસ્ટ્રી!

આ પણ વાંચો:Bollywood/સંજય લીલા ભણસાલીએ ‘ગદર: એક પ્રેમ કથા’ બાદ અમીષા પટેલને આપી હતી આ સલાહ