Banaskantha News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં પાણી પુરવઠા જૂથ યોજનાની દેવપુરા ઓફટેકનું લોકાર્પણ કર્યુ છે. આમ તેઓએ કુલ રૂ. 633 કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજનાઓનુ લોકાર્પણ કર્યુ છે. સીએમ ભીપેન્દ્ર પટેલે ડીસાના આખોલ ગામે પાણી પુરવઠાની આ યોજનાઓનું લોકાર્પણ કર્યુ છે.
થરાદની નર્મદા કેનાલ માંથી દેવપુરાથી અમીરગઢના ગામોને પાઇપલાઇન દ્વારા પીવાના પાણી માટેની આ યોજનાનું લોકાર્પણ થતાં અનેક ગામોના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે, આમ ઉત્તર ગુજરાતના લાંબા સમયથી પાણી વગર ટળવળતા ગામડાઓને પીવાનું શુદ્ધ પાણી મળશે.
ગરીબોને સહાય આપવાનો સેવાયજ્ઞ એટલે ગરીબ કલ્યાણ મેળો. કલ્યાણકારી યોજનાઓનો લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. #GaribKalyanMela pic.twitter.com/R3APOYhmsb
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 27, 2024
આમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ મોદીનું વચન કે અમે જે યોજનાનો શિલાન્યાસ કરીએ છીએ તેનું ખાતમૂહુર્ત પણ અમે જ કરીએ છીએ તે વચન જાળવી રાખ્યું હતું. આ યોજનાનો શિલાન્યાસ પણ સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યો હતો અને તેનું ખાતમૂહુર્ત પણ તેમણે જ કર્યુ છે. આગામી સમયમાં આવી જ લોકોપયોગી યોજનાઓ અને લોકોપયોગી કાર્યો કરવાનો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર ગરીબોની બેલી છે. આજે મહિલાઓને પાણી માટે ટળવળવું પડતું હતું તે સમસ્યા દૂર કરવાનું કામ અમારી સરકારે કર્યુ છે.
પાણી પુરવઠાની બે યોજનાઓ થકી 192 ગામોના 7 લાખ લોકોને દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી મળશે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ડીસામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં અનેક લાભાર્થીઓને લાભ મળ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવાળીયા સહિત અનેક નેતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ.633 કરોડના ખર્ચે નિર્મિત જુથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરાશે
આ પણ વાંચો: ગુજરાત સરકારે ખેડૂતોના પાયાના પ્રશ્નો પાણી અને વીજળી માટે કરી આ મોટી જાહેરાત
આ પણ વાંચો: બનાસકાંઠામાં રૂ.241.34 કરોડની સિપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રીએ કર્યું ખાતમૂર્હત