Polio Campaign/ CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

Top Stories Gandhinagar Gujarat
Image 2024 06 23T110100.054 CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Gandhinagar News: રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

WhatsApp Image 2024 06 23 at 11.27.27 AM 1 1 CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૭૨ લાખ ભૂલકાઓને ટીપાં પીવડાવાશે
૨૪ અને ૨૫ જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે
૧.૩૪ લાખ આરોગ્ય કર્મીઓ ૩૩,૫૦૦ બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે

WhatsApp Image 2024 06 23 at 11.27.27 AM 2 CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ૨૩ જૂન ૨૦૨૪ અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૭૨ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર ૧ લાખ ૩૩ હજાર ૯૫૬ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના ૩૩,૪૮૯ પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.

WhatsApp Image 2024 06 23 at 11.27.26 AM 1 CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

સમગ્ર રાજ્યમાં ૨૩ જૂન ૨૦૨૪ ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૪ અને ૨૫ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો

આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ