સેલિબ્રેશન કેવું?/ નથુરામ ગોડસેના જન્મદિવસની જામનગરમાં ઉજવણી

થોડા સમય પહેલા જામનાગરમાં મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની હિન્દુ સેના દ્વારા મૂકવામાં આવેલી પ્રતિમા મુકવામાં આવેલી અને બીજા જ દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગીજનોએ પથ્થરોના ઘા મારીને તોડી પાડી હતી.

Top Stories Gujarat Others
નથુરામ

જામનગરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનાં જ્ન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેનાં જ્ન્મદિવસની ઉજવણી ગુરુવારે કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન હિન્દુ સેના દ્વારા નાના ગરીબ બાળાકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

વધુ વિગત અનુસાર જામનગરની હિન્દુ સેના દ્વારા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન હિન્દુ સેનાના કાર્યકરો દ્વારા હા, હું ગોડસે છું એવા પોસ્ટર લગાવાયા હતા અને એક નથુરામ ગોડસેનાં નામ અને ફોટા વાળું બેનર લઈને ભૂખ્યા બાળકોને ફૂડ પેકેટ આપીને ગોડસેનાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ બાબતે “19 મેના રોજ નથુરામગોડસેનો જન્મ દિવસ હતો. અમે તેની ઉજવણી કરી રહ્યા છીએ. હવેથી હિન્દુ સેના દર મહિનાની 19 તારીખે નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરશે. અમે ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવીને સેવાકીય પ્રવૃત્તિ કરીને નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરીશું. બાળકોને રમત રમાડીશું, બાળકોને શિક્ષણ આપીશું. અને દર મહીને ગોડશેનાં જન્મદિવસને ઉજવવાનું હિન્દુ સેનાએ નક્કી કર્યું હોવાનું જામનગરનાં હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જણાવ્યું હતું.”

નોંધનીય છે કે થોડા સમય પહેલા જામનાગરમાં મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની હિન્દુ સેના દ્વારા મૂકવામાં આવેલી પ્રતિમા મુકવામાં આવેલી અને બીજા જ દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગીજનોએ પથ્થરોના ઘા મારીને તોડી પાડી હતી. આ મુદ્દે આગામી દિવસોમાં ભારે વિવાદ સર્જાયો હતો.  આ બાબતે શહેર કોંગી પ્રમુખે કાયદા સામે પ્રશ્ન ઉઠાવીને એમ કહ્યું હતું કે, ગાંધીજીના હત્યારાની પ્રતિમા મૂકનાર હિન્દુ સેના સામે દેશદ્રોહનો ગુનો નોંધાવો જોઈએ. દરમિયાનમાં આજે સવારે પ્રતિમા તોડી પડાઈ છે, એ વાત પણ નોંધનિય છે કે જ્યારે પ્રતિમા મૂકવાની વાત હિન્દુ સેના દ્વારા કરવામાં આવી હતી ત્યારે શહેર કોંગી પ્રમુખે કહ્યું હતું કે, જો પ્રતિમા મૂકાઈ તો તોડી પડાશે અને આજે એમણે પોતાનું કહ્યું કરી બતાવ્યું છે. એક તરફ હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે પ્રતિમા મૂકવાનું જે કહ્યું હતું એ પણ કરી બતાવ્યું હતું.
નથુરામ

જ્યારે વધુ એક કિસ્સામાં છે કે થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધા જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી. બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં જુદાજુદા ક્ષેત્રોમાં આ વિદ્યાર્થીઓની કુશળતા વિકસાવવા માટે વિવિધ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત યોજાયેલી વકતૃત્વસ્પર્ધામાં આપવામાં આવેલા ત્રણ વિષયોમાંનો એક ‘મારો આદર્શ – નથુરામ ગોડસે’ હતો.

આ પણ વાંચો : RCBની જીતે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની આશા પર ફેરવ્યું પાણી, પ્લેઓફની રેસમાંથી બહાર