બનાસકાંઠા/ CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ એક કરોડ મોકલી આપજો, નહીં તો.. : સોશિયલ મીડિયા પર CMને મળી ધમકી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.  બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામ કથાકાર બટુક મોરારિ બાપુ નામના આ શખ્સે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને સંબોધીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે.

Gujarat Others Trending
બટુક મોરારિ બાપુ CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ એક કરોડ મોકલી આપજો, નહીં તો.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગવામાં આવી
  • રામ કથાકાર બટુક મોરારિ બાપુની સીએમને ધમકી
  • મુખ્યમંત્રી પાસેથી એક કરોડ રૂપિયાની કરી માંગ
  • 7 તારીખ સુધીમાં 1 કરોડ મોકલવાની કરી માંગ
  • મુખ્યમંત્રીને અકસ્માતમાં મારી નાખવાની આપી ધમકી
  • તમને ગાદીએ બેસાડ્યા છે તો 1 કરોડ દક્ષિણા આપી જાવ
  • જો પૈસા નહીં મળે તો 3 મહિનામાં ઉખાડી ફેંકવાની ચિમકી
  • બનાસકાંઠાના વાવનો રહેવાશી છે આરોપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.  બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામ કથાકાર બટુક મોરારિ બાપુ નામના આ શખ્સે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને સંબોધીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. અને તેના માટે મુખ્યમંત્રીને 10 દિવસની મહોલત આપી છે. અને જો તેમને પૈસા ન પહોંચાડવામાં આવ્યો તો તેમને અકસ્માતમાં મારી નાખવાની અને સત્તા પરથી પછાડ઼ી દેવાની પણ ચિમકી આપી છે. આરોપીએ ખંડણી ભર્યો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે વધુમાં કહે છે કે,  તમને ગાદીએ બેસાડ્યા છે તો 1 કરોડ દક્ષિણા આપી જાવ અને જો પૈસા નહીં મળે તો 3 મહિનામાં તેમને સત્તા પરથી ઉખાડી ફેંકવાની પણ ધમકી આપે છે. તેમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીશ અને મને 1 કરોડ મોકલાવી દેજો.

પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.  જો કે હાલમાં મુખ્યમંત્રી ને સોશિયલ મીડિયા માં ધમકી આપનાર શખ્સ ફરાર છે. અને તેની  માનસિક હાલત સારી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

ફરી ડરાવી રહ્યો છે કોરોના / કર્ણાટકની મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, બે હોસ્ટેલ કરાઇ સીલ

ગુજરાતનું ગૌરવ / પ્રવિણ સિન્હા બન્યા ઇન્ટરપોલના ડેલિગેટ, તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય