vibrant gujarat 2021/ વાઇબ્રન્ટ ગુજરાતને લઈ સરકાર થઈ સક્રિય, CM ભુપેન્દ્ર પટેલની દિલ્હીમાં ઉદ્યોગપતિઓ-રાજદૂતો સાથે બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના…

Top Stories Ahmedabad Gujarat
ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીમાં સવારે 9 થી સાંજે 7 દરમિયાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો યોજશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અંતર્ગત ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે, જયાં વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક અને વાઇબ્રન્ટ સમિટ-2022 નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. નોંધનીય છે કે  10 જાન્યુઆરીએ PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો :ટોરેન્ટ પાવરનું સર્ચ ઓપરેશન દરમિયાન પોળના લોકોએ કર્યો પથ્થરમારો, ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ

તે સિવાય તેઓ વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક કરશે  અને વાઇબ્રન્ટ સમિટ-2022નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ  વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરશે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.

ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળની બેઠકમાં આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શ્રેષ્ઠ બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી સચિવોને પણ સૂચના આપવામાં આવી હતી કે સમિટની સફળતા માટે સંપૂર્ણ તાકાત લગાવવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે નવી દિલ્હીમાં સવારે નવથી સાંજે સાત દરમિયાન ઉદ્યોગકારો સાથે સમિટ સંદર્ભે બેઠકો યોજશે. હોટલ લીલા પેલેસ ખાતે રોડ-શો દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમાં વર્ચ્યુઅલી જોડાશે. સાંજના સેશનમાં વિદેશમંત્રી એસ. જયશંકર પણ જોડાશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ જાહેર કરેલા કોરોનામાં મોતના આંકડાથી ભડક્યું ભાજપ, જીતુ વાઘાણીએ કહ્યું…

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે દુનિયાભરમાં વેપાર-ધંધા પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના મહામારી પછી પણ ગુજરાતમાં મૂડી રોકાળ સામે ઉજળી સંભવાનાઓની ચર્ચા વેપાર-જગતના અગ્રણીઓ સાથે કરશે. કેટલાક ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો પણ યોજાશે. આમંત્રિત મહેમાનોને સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ બાબતે માહિતી આપવામાં આવશે. મુખ્યમંત્રી આજે વિવિધ દેશના રાજદૂતોને મળીને સમિટની માહિતી આપશે.

આજે દિલ્હીમાં, તો 2 ડિસેમ્બરે મુંબઈમાં રોડ શો યોજાનાર છે. તથા લખનઉ, ચેન્નાઇ, હૈદરાબાદમાં પણ રોડ-શો થશે. એટલું જ નહીં, તો અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુકે અને જાપાનમાં પણ વાયબ્રન્ટનો પ્રચાર-પ્રસાર થશે. આ ઉપરાંત મંત્રીઓ અને અધિકારીઓના વિવિધ ડેલિગેશન પણ અલગ-અલગ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. નોંધનીય છે કે, આગામી 10 જાન્યુઆરી 2022થી પ્રધાનમંત્રી મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ સમિટ અલગ હશે. કારણ કે કોરોના મહામારી બાદ ગુજરાતની આ પહેલી મોટી ઈવેન્ટ છે અને વાયબ્રન્ટ સમિટ સુધીમાં 10 જેટલી પ્રિવાઈબ્રન્ટ ઈવેન્ટ પણ યોજવામાં આવશે.

આ પણ વાંચો :ગુજરાતના BJP આદિવાસી નેતાઓ અને મંત્રીઓ સામે ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા લડીલેવાના મૂડમાં

આ પણ વાંચો :ઈંટ ઉત્પાદકોને હવે મળશે ઓફલાઇન NA પરવાનગી

આ પણ વાંચો : લીંબડી હાઈવે પર કેમિકલ વેસ્ટ ઠાલવી બોડીયાથી .ગેરકાયદેસર રેતીનું વહન કરાતું હોવાની ફરિયાદ