મુખ્યમંત્રી/ CM સાહેબનો જીવ બચાવનાર સુરક્ષા કમાન્ડોની થઇ પ્રશંસા…જાણી લો કોણ છે આ કમાન્ડો?

@કામેશ.ચોકસી- મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ CM સંબોધન દરમિયાન ઢળી પડયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ દ્વાર પ્રચાર પ્રસારમાં સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરાયો છે.જેનાં ભાગરૂપે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14મી ફેબ્રુઆરી રવિવારે સાંજે ત્રણ જનસભા પ્રચાર અર્થે સંબોધી હતી.વડોદરાનાં તરસાલી ખાતે પ્રચાર સભા દરમિયાન અચાનક જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લો પ્રેશરની તકલીફ થતાં ચક્કર આવતા […]

Gujarat Gujarat Assembly Election 2022 Vadodara Trending Politics
COVER PIC CM CM સાહેબનો જીવ બચાવનાર સુરક્ષા કમાન્ડોની થઇ પ્રશંસા...જાણી લો કોણ છે આ કમાન્ડો?

@કામેશ.ચોકસી- મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ

CM સંબોધન દરમિયાન ઢળી પડયા

1A CM સાહેબનો જીવ બચાવનાર સુરક્ષા કમાન્ડોની થઇ પ્રશંસા...જાણી લો કોણ છે આ કમાન્ડો?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ દ્વાર પ્રચાર પ્રસારમાં સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરાયો છે.જેનાં ભાગરૂપે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14મી ફેબ્રુઆરી રવિવારે સાંજે ત્રણ જનસભા પ્રચાર અર્થે સંબોધી હતી.વડોદરાનાં તરસાલી ખાતે પ્રચાર સભા દરમિયાન અચાનક જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લો પ્રેશરની તકલીફ થતાં ચક્કર આવતા ઢળી પડયા હતા.જો કે તે જ સમયે અગાઉથી તેમનાં સુરક્ષા કમાન્ડોની સતર્કતાથી સી.એમ સાહેબનો જીવ બચી ગયો હતો અને સુરક્ષિત રીતે તેઓને બેલેન્સ રાખી નીચે ઢળતાં તેમની તાત્કાલિક સારવાર કરાઇ હતી.બાદમાં મુખ્યમંત્રી સ્વસ્થ થતાં જાતે જ સ્ટેજ પરથી ચાલી કારમાં બેઠા હતા અને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા.

કોણ છે આ સુરક્ષા કમાન્ડો?

2 6 CM સાહેબનો જીવ બચાવનાર સુરક્ષા કમાન્ડોની થઇ પ્રશંસા...જાણી લો કોણ છે આ કમાન્ડો?

વડોદરાનાં તરસાલી ખાતે સભામાં મુખ્યમંત્રીનો જીવ બચાવનાર સુરક્ષા કમાન્ડોનું નામ ડી.એસ.ચુંડાવત છે તેઓ પોલીસ સબ ઇન્સ્પેકટર છે અને મૂળ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠાનાં વતની છે.તેમણે જ મુખ્યમંત્રી નીચે પટકાતા પહેલા તરત ટેકો આપીને બચાવી લીધા હતા.આ સુરક્ષા કમાન્ડોની પ્રશંસા થઇ રહી છે.તરસાલી ખાતે મુખ્યમંત્રી રૂપાણી જયારે સભાને સંબોધન કરતા હતા ત્યારે અચાનક જ તેમની આંખો બંધ થતાં સહેજ ચક્કર આવ્યા હતા અને તે સમયે તરત જ યોગ્ય અંદાજ લગાવીને તેમણે તરત જ મુખ્યમંત્રીને સુરક્ષિત રીતે કવર કરી લીધા હતા.મહત્વપૂર્ણ છે કે PSI ડી.એસ.ચુંડાવત ઘણાં સમયથી મુખ્યમંત્રીને સારી રીતે જાણે છે અને ઘણાં સમયથી તેમની સેવા સાથે સંકળાયેલાં છે.

મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

3B CM સાહેબનો જીવ બચાવનાર સુરક્ષા કમાન્ડોની થઇ પ્રશંસા...જાણી લો કોણ છે આ કમાન્ડો?

CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ચોંકાવનારો અહેવાલ એ સામે આવ્યો છે કે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.હોસ્પિટલ દ્વારા તેમનું હેલ્થ બુલેટિન જાહેર કરાયું હતું જેમાં તેમનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર કરાઇ છે.આ સાથે જ રાજનીતિ માટે પણ આંચકારૂપ સમાચાર ચોક્કસથી કહી શકાશે કારણકે મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ સુધી તેઓ કવોરોન્ટાઇન રહેશે.જેને કારણે તેઓ મનપા અને પંચાયતનાં ચૂંટણીપ્રચારમાં ભાગ નહીં લઇ શકે આ સાથે જ તેમનાં સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.મહત્વપૂર્ણ છે કે મંતવ્ય ન્યૂઝનાં કોરસપોન્ડન્ટ સોનલ અનડકટે મુખ્યમંત્રી રૂપાણી સાથે ખાસ ઇન્ટરવ્યુ કર્યો હતો.જેને કારણે તેમણે પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.