Politics/ બંગાળ હિંસામાં મૃત્યુ પામેલનાં પરિવારને CM મમતાએ મદદ કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળમાં જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યુ છે, સ્થિતિ વધુ ને વધુ ખરાબ બની રહી છે. TMC અને BJP બન્ને પક્ષો એકબીજા પર હિંસા ફેલાવવાનો આક્ષેપ કરી રહી છે.

Top Stories
123 109 બંગાળ હિંસામાં મૃત્યુ પામેલનાં પરિવારને CM મમતાએ મદદ કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળમાં જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યુ છે, સ્થિતિ વધુ ને વધુ ખરાબ બની રહી છે. TMC અને BJP બન્ને પક્ષો એકબીજા પર હિંસા ફેલાવવાનો આક્ષેપ કરી રહી છે. ચૂંટણીનાં પરિણામ આવ્યુ ત્યારથી આજ દિન સુધી હિંસામાં બન્ને પક્ષોનાં ઘણા કાર્યકર્તાઓ માર્યા ગયા છે. આ વચ્ચે આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ હિંસામાં માર્યા ગયેલા લોકોનાં પરિવારને મદદ કરવાની જાહેરાત કરી છે.

નિધન / રાજ્યના પૂર્વ નાણામંત્રી અને સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક મેનેજીંગ તંત્રી પ્રતાપભાઈ શાહનું 97વર્ષની વયે દુઃખદ નિધન

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા હેઠળ ચૂંટણી પંચ (ઇસી) દ્વારા 16 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાંથી અડધા ટીએમસી અને અડધા ભાજપનાં હતા, એક સંયુક્ત મોરચાનાં હતા. વળી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને અનુરોધ કર્યો છે કે તેઓ સંબંધિત મંત્રાલયને યોેગ્ય ખેડૂતો (પીએમ-કિસાન યોજના હેઠળ) માટે નિયત ભંડોળ જાહેર કરવાની સલાહ આપી અને 21.79 લાખ ખેડૂતોનાં ડેટાબેસને શેર કરે.આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યાનાં થોડા કલાકોમાં જ, મમતા બેનર્જીએ બુધવારે 29 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરી છે. જેમા મોટાભાગનાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે પોસ્ટ કર્યા હતા. ચૂંટણી કમિશન દ્વારા હટાયેલા તેમના વિશ્વસનીય અધિકારીઓને ફરીથી તૈનાત કરતી વખતે તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમોએ કૂચ બિહારનાં પોલીસ અધિક્ષક દેવાશિષ ધરને સસ્પેન્ડ કરી દીધા હતા.

લોકડાઉન / વધતા કોરોના કેસો ને કેરળમાં 8 મેથી 16મે સુધીનું લોકડાઉન, સીએમ પિનરાય વિજયનએ જાહેરાત કરી

10 એપ્રિલનાં રોજ, કૂચ બિહારનાં સીતલકુચી વિસ્તારમાં મતદાન મથક પર હુમલો અટકાવવા સીઆઈએસએફનાં જવાનોની ગોળીબારમાં 4 લોકો માર્યા ગયા હતા. CM મમતા આ ઘટનાની સીઆઈડી તપાસનાં આદેશ આપી ચૂક્યા છે. મમતાએ પાછા બોલાવેલા આઈપીએસ અધિકારીઓમાં, સૌથી મહત્વપૂર્ણ નામ પોલીસ મહાનિદેશક વિરેન્દ્ર, એડીજી લો એન્ડ ઓર્ડર જાવેદ શમીમ અને મહાનિર્દેશનક સુરક્ષા વિવેક સહાયનું છે.

sago str 4 બંગાળ હિંસામાં મૃત્યુ પામેલનાં પરિવારને CM મમતાએ મદદ કરવાની કરી જાહેરાત