Bengal SSC scam/ પાર્થ ચેટર્જી પર CM મમતા બેનર્જીની કાર્યવાહી, મંત્રી પદ પરથી હટાવ્યા

પશ્ચિમ બંગાળમાં શાળા ભરતી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટરજીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંત્રી પદ પરથી હટાવી દીધા છે. EDની ધરપકડ બાદ પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવવાની માંગ ઉઠી હતી.

Top Stories India
Mamata

પશ્ચિમ બંગાળમાં શાળા ભરતી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટરજીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંત્રી પદ પરથી હટાવી દીધા છે. EDની ધરપકડ બાદ પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવવાની માંગ ઉઠી હતી. દરમિયાન આજે મમતા બેનર્જીએ કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકના થોડા સમય બાદ તેમને મંત્રી પદ પરથી હટાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

પાર્થ ચેટર્જી મમતા બેનર્જી સરકારમાં ઉદ્યોગ, વાણિજ્ય અને સાહસો, માહિતી ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક મંત્રી હતા. આ વિભાગની દેખરેખ હાલ મમતા બેનર્જી પોતે કરશે.

50 કરોડની રોકડ જપ્ત

કેન્દ્રીય એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા 23 જુલાઈના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ અર્પિતા મુખર્જીની ધરપકડ પહેલા તેના ઘરેથી લગભગ 21 કરોડ રૂપિયા રિકવર કર્યા હતા. અર્પિતા મુખર્જી ટીએમસી નેતા પાર્થ ચેટરજીની નજીક છે. બુધવારે પણ ઈડીએ મુખર્જીના ઘર પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન 29 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. એજન્સીએ મિલકતના અનેક કાગળો અને ત્રણ કિલો સોનું પણ જપ્ત કર્યું છે.

સરકારી શાળાઓ અને અનુદાનિત શાળાઓમાં કથિત શિક્ષક ભરતી કૌભાંડ દરમિયાન પાર્થ ચેટર્જી શિક્ષણ વિભાગનો હવાલો સંભાળતા હતા. બાદમાં આ વિભાગ તેમની પાસેથી લેવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શાળા સેવા આયોગ દ્વારા શિક્ષકોની ભરતીમાં કથિત અનિયમિતતાના આરોપોની તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો:દિલ્હીમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી મળી રજા