ડિસ્ચાર્જ/ CM મમતા થયા સ્વસ્થ, હોસ્પિટલમાંથી અપાઈ રજા, તબીબોએ કહ્યું બે ત્રણ દિવસ પરીક્ષણમાં રખાશે

શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સરકારી એસએસકેએમ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોકટરરોને તેમની હાલત સંતોષકારક હોવાનું જણાતાં તેમને રજા આપવામાં આવી હતી. ટીએમસી સુપ્રિમો

Top Stories India
mamta dischage CM મમતા થયા સ્વસ્થ, હોસ્પિટલમાંથી અપાઈ રજા, તબીબોએ કહ્યું બે ત્રણ દિવસ પરીક્ષણમાં રખાશે

શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સરકારી એસએસકેએમ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોકટરરોને તેમની હાલત સંતોષકારક હોવાનું જણાતાં તેમને રજા આપવામાં આવી હતી. ટીએમસી સુપ્રિમો (66 વર્ષ) એ વારંવાર હોસ્પિટલમાંથી રજા આપવાની અપીલ કરી હતી, જેના પછી ડોકટરોએ નિર્ણય લીધો હતો.

Mamata Banerjee discharged from hospital, leaves on a wheelchair - The Week

કબૂલાત / અમારાથી અહીં ગરબડ થઈ હતી, પ્રથમ T-20 મેચમાં હાર બાદ વિરાટે જણાવ્યું…

મમતા બેનર્જીએ રજા આપવામાં આવ્યા બાદ હોસ્પિટલના વૂડબર્ન બ્લોકની બહાર મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓનુ અભિવાદન કર્યું હતું. તેણી વ્હીલચેરમાં બેઠી હતી અને તેના ડાબા પગ પર પ્લાસ્ટર હતું. તે પોતાના વાહનમાં કાલીઘાટ ખાતેના નિવાસસ્થાન માટે રવાના થઈ હતી. હોસ્પિટલમાં તેમના ભત્રીજા અને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી, પાર્ટીના સાથી અને રાજ્ય પ્રધાન ફરહદ હકીમ પણ હાજર હતા.

Mamata Banerjee discharged from hospital as her condition improves | West  Bengal Election News - Times of India

મોટી જાહેરાત / કેરળમાં 91 બેઠકો ઉપર કોંગ્રેસ લડશે ચૂંટણી, 81 બેઠકોના મુરતિયાઓ પર લાગી મહોર

ડોક્ટરે જણાવ્યું હતું કે, “તેમની હાલતમાં સુધારો થયો છે અને તેમણે વારંવાર હોસ્પિટલમાંથી રજા લેવાનો આગ્રહ કર્યો હતો.” તેઓ થોડું ચાલી શકે છે, પરંતુ એક અઠવાડિયામાં ફરી તપાસ માટે આવવાની જરૂર પડશે. ” નંદીગ્રામ વિધાનસભા મતક્ષેત્રમાં બુધવારે સાંજે ચૂંટણી પ્રચાર દરમિયાન બેનર્જીને કથિત રૂપે ચાર કે પાંચ અજાણ્યા લોકોએ દબાણ કર્યું હતું. જેના કારણે તેઓ પડી ગયા હતા અને ઘાયલ થઈ ગયા હતા.

West Bengal Chief Minister Mamata Banerjee discharged from hospital after  condition improves

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…