Not Set/ CM રુપાણીએ કોરોનાના દર્દીઓ સાથે કરી વાતચીત, વીડિયો કોન્ફરન્સથી પૂછ્યા હાલચાલ

આજે ગુડી પડવો છે, ત્યારે આ શુભ દિવસે રાજ્યભરમાંથી લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે અને પર્વને મનાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ હાલમાં રાજ્યમાં કોરોના વાયરસ ભારે હાહાકાર મચાવી રહ્યો છે

Top Stories Gujarat Vadodara
A 167 CM રુપાણીએ કોરોનાના દર્દીઓ સાથે કરી વાતચીત, વીડિયો કોન્ફરન્સથી પૂછ્યા હાલચાલ

આજે ગુડી પડવો છે, ત્યારે આ શુભ દિવસે રાજ્યભરમાંથી લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે અને પર્વને મનાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ હાલમાં રાજ્યમાં કોરોના વાયરસ ભારે હાહાકાર મચાવી રહ્યો છે અને રાજ્યની તમામ હોસ્પિટલ ફૂલ થઇ ગઈ છે. આ સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો.

જેમાં તેઓએ રાજ્યમાં જ્યાં સૌથી વધુ કોરોનાનો કહેર છે એવા અમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને કોરાના સંક્રમિત દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને દર્દીઓના હાલચાલની સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

આ પણ વાંચો :જમાલપુર સ્મશાનમાં એક સાથે 6 મૃતદેહો ચિતા પર, બીજા 4 વેટિંગમાં

આ દરમિયાન તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખડેપગે રાઉન્ડ ઘ ક્લોક ફજાવી રહેલા તબીબો , નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સાથે પણ સંવાદ કર્યો હતો, જેમાં કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ પણ વાંચો :કેવી વિકટ સ્થિતિ છે! ‘આરોગ્ય મંત્રી’ ને શોધવા પોસ્ટર લગાવવા પડે છે….

આ સમયે વીડિયો કોન્ફરન્સમાં સીએમ રુપાણીની સાથે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજકોટ અને વડોદરાના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશનર હર્ષદ પટેલ, અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સહિત નિષ્ણાંત તબીબો જોડાયા હતા.

આ પણ વાંચો : વધતા જતા સંક્રમણને લઈને આ મંદિરો બંધ કરાયા

આ પણ વાંચો :મુન્દ્રા પોર્ટમાં કોરોનાનો કહેર, કસ્ટમ અધિકારીઓ તેમજ અદાણી પોર્ટમાં ફફડાટ