Not Set/ મુખ્યમંત્રી રૂપાણીના બુધવારના રાજકોટના કાર્યક્રમો રદ્, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સભાઓ ગજાવશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સત્તાપક્ષ અને વિપક્ષમાં સામાન્ય કાર્યકર્તાથી લઇ અને મુખ્યમંત્રી સહિતના લોકો એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એક દિવસમાં ત્રણ -ત્રણ સભાઓને સંબોધિત કરી

Top Stories
rupani irani મુખ્યમંત્રી રૂપાણીના બુધવારના રાજકોટના કાર્યક્રમો રદ્, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સભાઓ ગજાવશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સત્તાપક્ષ અને વિપક્ષમાં સામાન્ય કાર્યકર્તાથી લઇ અને મુખ્યમંત્રી સહિતના લોકો એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એક દિવસમાં ત્રણ -ત્રણ સભાઓને સંબોધિત કરી રહ્યા હતા, તેની વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીની તબિયત ગઈકાલે ખરાબ થઇ જતાં તેઓ વડોદરા ખાતે સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આજે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે આ કારણથી તેઓના રાજકોટના કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે.તેમના સ્થાન પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સભાઓ ગજાવશે.

Image result for image of rupani with smruti irani

competition / CBIના વડા તરીકે બે ગુજ્જુ IPS વચ્ચે સ્પર્ધા, CMO સચિવ પણ ઇચ્છુક, કોને મળશે તાજ

રાજકોટ મહાનગરપાલિકાની આગામી તારીખ 21 ના રોજ યોજાનારી ચૂંટણીના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તારીખ 17 ના રોજ રાજકોટ આવવાના હતા અને મવડી ચોકડી,પાણીના ઘોડે તથા અલગ-અલગ અન્ય બે જગ્યાઓએ મળી કુલ ચાર સભાને સંબોધન કરવાના હતા ગઈકાલે લો બીપી અને ચક્કર આવવાના કારણે પડી જવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના તમામ કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે.

Image result for image of rupani with smruti irani

પાલીતાણા / નપામાં કોંગ્રેસના 31 ઉમેદવારના ફોર્મ રદ થવા મામલે HCએ કહ્યું, – ગુંડાગીરી નહિ જ ચાલે

આ અંગે ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી તારીખ 17 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વિધાનસભાની ચારે ચાર બેઠકના વિસ્તારો કવર થઇ જાય તે મુજબ સભાને સંબોધવાના હતા પરંતુ હવે તેનો કાર્યક્રમ રદ થતાં તેને બદલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટ આવશે અને સભાને સંબોધન કરશે.

Image result for image of rupani with smruti irani

NRI / વિશ્વભરમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ભારતીય મૂળના સભ્યોની યાદી આજે જાહેર કરવામાં આવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…