Godhara/ સીએમનું નિવેદન : લવ જેહાદ પર બનાવીશું કાયદો

ગોધરામાં સીએમનું નિવેદન : લવ જેહાદ પર બનાવીશું કાયદો

Gujarat Others Trending
બગોદરા 16 સીએમનું નિવેદન : લવ જેહાદ પર બનાવીશું કાયદો

ગુજરાત રાજ્યમાં પાલિકા-પંચાયત માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોચ્યો છે. ત્યારે આજરોજ ગોધરા ખાતે મુખ્યમંત્રીએ ચૂંટણી સભા ગજવી હતી. જેમાં તેમને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તો પોતાના પ્રચારમાં તેમને હાલમાં કોંગ્રેસણે મળેલી નાલેશીભરી હાર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ  ઉપર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા  સવાલોના તીખા જવાબ આપ્યા હતા. ખાસ તો રાજ્યમાં લવ જેહાદ મુદ્દે તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં લવ જેહાદ પર કડક કાયદો બનાવાશે.

ગોધરાની જાહેર સભામાં સીએમએ જણાવ્યું હતું  કે. પ્રજાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. લોકો કોંગ્રેસને ઓળખી ગયા છે. સીએમ રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે, અમે લોકોની સેવા કરવાની એકપણ તક નથી ગુમાવી. કોરોનાએ પાછો ઉથલો માર્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતિ વણસી છે. મહારાષ્ટ્રમાં કોરોના કાળમાં લોકો હેરાન થયા છે. ગુજરાત સરકારે લોકોને રાહત મળે તેવી તત્કાલ વ્યવસ્થા કરી છે. રાજ્યમાં વિના મુલ્યે લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે.

ગાંધી પરિવારના નામે 25 સ્ટેડિયમ છે

સ્ટેડિયમ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉઠાવેલા સવાલોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધી પરિવારના નામે 25 સ્ટેડિયમ છે.  મોદીના નામે એક સ્ટેડિયમાં આવ્યું તો તમે વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસની પ્રકૃતિને દેશ જાણી ગઈ છે. સરદારના નામે કોંગ્રેસે રાજનીતિ કરી છે. ચૂંટણી હારે તો કોંગ્રેસ EVM સામે સવાલ કરે.