closing ceremony/ સીએમ ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં સહભાગી થવા જશે મુંબઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવાર, તા. 19 ઓક્ટોબરે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં સહભાગી થવા મુંબઈ જશે

Gujarat
1 3 4 સીએમ ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં સહભાગી થવા જશે મુંબઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવાર, તા. 19 ઓક્ટોબરે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં સહભાગી થવા મુંબઈ જશે.

ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રાલય દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સમિટનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 17મી ઓક્ટોબરે થયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેન્દ્રિય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોરટરવેયઝ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલજીએ આ સમિટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા આપેલા નિમંત્રણનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે અને ગુરુવારે બપોરે મુંબઈમાં યોજાનારા સમિટના વેલિડિક્ટરી સેશનમાં તેઓ સહભાગી થશે.

આ ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, ભારત સરકારના વાણિજ્ય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડાવાના છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મોડી સાંજે ગાંધીનગર પરત આવશે.