Uttar Pradesh/ છેલ્લા સાડાચાર વર્ષ દરમિયાન એકપણ તોફાન થયું નથી :યોગી આદિત્યનાથ

ભાજપ સરકારે પહેલા જ દિવસથી તોફાનીઓને સંદેશ આપ્યો હતો કે, જો તમે હુલ્લડ કરો છો, તો પછી આપની આવનારી સાત પેઢી સુધી તેનું નુકસાન ભોગવવું પડશે.

Top Stories India
yoe છેલ્લા સાડાચાર વર્ષ દરમિયાન એકપણ તોફાન થયું નથી :યોગી આદિત્યનાથ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષમાં રાજ્યમાં એકપણ વાર તોફાન થયું નથી. અગાઉ રાજ્યની ઓળખ રમખાણો ને લઇ હતી કારણ કે સરકારો અસામાજિક તત્વોને આશરો આપતી હતી. રાજ્યના લોકો છાશવારે ફાટી નીકળતા રમખાણોથી હેરાન થઇ ગયા હતા, તેમના પર ખોટી રીતના કેસ દાખલ કરીને જેલભેગા પણ કરી દેવામાં આવતા હતા.

જે મૂર્તિ બનાવતા હતા તેની મૂર્તિ વેચાતી ન હતી, જે દીવા બનાવતા તેમના દીવા તોડી નાંખવામાં આવતા હતા. તેમને પછી પર્વ-તહેવાર દરમિયાન જેલમાં ધકેલી દેવામાં આવતા હતા પરંતુ તમે સાડાચાર વર્ષ દરમિયાન જોયું હશે કે, એક પણ કોમી રમખાણ યુપીમાં થયું નથી.તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારે પહેલા જ દિવસથી તોફાનીઓને સંદેશ આપ્યો હતો કે, જો તમે હુલ્લડ કરો છો, તો પછી આપની આવનારી સાત પેઢી સુધી તેનું નુકસાન ભોગવવું પડશે. હવે રાજ્યમાં કોઈ તોફાનો ન થઈ શકે તેવી હાલત રહેવા દીધી નથી જેથી રાજ્યમાં તહેવારો આનંદ સાથે ઉજવવામાં આવી રહ્યા છે.

યુપી મુખ્યમંત્રી યોગી રવિવારે લખનઉમાં આયોજિત પછાત વર્ગ પરિષદમાં પોતાની વાત જણાવી હતી. તેમણે કહ્યું કે ,2017 પહેલા રાજ્ય પર શાસન કરનારા લોકો પણ બધા માટે વિકાસની વાત કરતા હતા, પરંતુ વિકાસ રાજ્ય માટે નહિ પરંતુ પરિવારજનો માટે જ થયો હતો. તેમને પોતાના અને પરિવાર સિવાય સમાજ અને રાષ્ટ્રની કોઈ ચિંતા નહોતી. આ જ કારણ હતું કે રાજ્ય પાછળ રહ્યું હતું. પરિસ્થિતિ કથળી, બેરોજગારી વધી, રાજ્ય તોફાનોની આગમાં ફેંકાયું અને હવે જ્યારે રાજ્ય વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે, તે તેમને ગમતું નથી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, તહેવારો આવતા હતા, ત્યાં વ્યવસાયનો સમય હતો, પછી રાજ્યમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પરંતુ હવે રાજ્યમાં વ્યવસ્થિત રીત્રે કાયદાનું પાલન થઇ રહ્યું છે અને રાજ્ય પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે.