Not Set/ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના સ્થાને પ્રિયાંક પંચાલની પસંદગી કરાઇ

રોહિતની ગેરહાજરી ચોક્કસપણે ભારત માટે એક મોટો ફટકો છે કારણ કે તે 2021માં ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

Top Stories Sports
Untitled 32 2 દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના સ્થાને પ્રિયાંક પંચાલની પસંદગી કરાઇ

દક્ષિણ આફ્રિકા પ્રવાસ  પર જઈ રહેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ઓપનર પ્રિયંક પંચાલનો ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેને રોહિત શર્માના કવર તરીકે લેવામાં આવ્યો છે. પ્રિયંક પંચાલ ભારત A ના કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો હતો. રોહિત રવિવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રોહિતની ઈજા કેટલી ગંભીર છે.

આ પણ વાંચો ;કોરોના સંક્રમિત / કરીના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના, રિયા કપૂરના ઘરે ગર્લ ગેંગ સાથે કરી હતી પાર્ટી

રોહિતની ઈજા ભારત માટે મોટી ખોટ છે. વર્ષ 2021માં તે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. આવી સ્થિતિમાં તેનું સાઉથ આફ્રિકા ન જવું ભારતની જીતની તકોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ નવા વાઈસ કેપ્ટન માટે બાકીના ખેલાડીઓ પર પણ નજર રાખવી પડશે. જો રોહિત આઉટ થાય છે તો અજિંક્ય રહાણે ફરી વિરાટ કોહલીનો ડેપ્યુટી બની શકે છે. જોકે, આ મામલે BCCIના સત્તાવાર નિવેદનની હજુ રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો ;ભરૂચ /  વંદનાબા ચુડાસમાએ કોઈપણ પ્રેક્ટિસ વગર 25થી વધુ મેડલ અંકિત કર્યા

રોહિતની ગેરહાજરી ચોક્કસપણે ભારત માટે એક મોટો ફટકો છે કારણ કે તે 2021માં ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ઉપરાંત, ટેસ્ટ ટીમનો વાઇસ-કેપ્ટન કોણ હશે તે  અંગે  હજુ સતાવાર જાણકારી આપવામાં  આવી નથી દક્ષિણ આફ્રિકા સામેની અવે વનડે શ્રેણીમાં તેની ભાગીદારી અંગે પુષ્ટિ.દક્ષિણ આફ્રિકા શ્રેણીનો ભારત પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થવાનો છે અને તેમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમાશે.