Not Set/ CM યોગીએ કહ્યુ- હમણાં કેજરીવાલે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કર્યું, આગળ જુઓ ઓવૈસી પણ…

દિલ્હી ચૂંટણી પ્રચારનાં છેલ્લા તબક્કામાં નેતાઓ વચ્ચે ચૂંટણીલક્ષી ગરમા ગરમી તીવ્ર બની છે. ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિલ્હીનાં કિરારીમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું કે, હમણાં કેજરીવાલે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કર્યું છે, હવે તમે આગળ જોશો, ઓવૈસી પણ એક દિવસ હનુમાન ચાલીસાનાં પાઠ વાંચતો જોવા મળશે. યોગી આદિત્યનાથે આ પહેલા કેજરીવાલ પર […]

Top Stories Gujarat Assembly Election 2022 India
CM Yogi CM યોગીએ કહ્યુ- હમણાં કેજરીવાલે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કર્યું, આગળ જુઓ ઓવૈસી પણ...

દિલ્હી ચૂંટણી પ્રચારનાં છેલ્લા તબક્કામાં નેતાઓ વચ્ચે ચૂંટણીલક્ષી ગરમા ગરમી તીવ્ર બની છે. ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિલ્હીનાં કિરારીમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું કે, હમણાં કેજરીવાલે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કર્યું છે, હવે તમે આગળ જોશો, ઓવૈસી પણ એક દિવસ હનુમાન ચાલીસાનાં પાઠ વાંચતો જોવા મળશે.

Image result for cm yogi

યોગી આદિત્યનાથે આ પહેલા કેજરીવાલ પર ઓખલા વિસ્તારમાં એક રેલીને સંબોધન કરતી વખતે સીએમ અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, કેજરીવાલ શાહીન બાગનાં પ્રદર્શનકારીઓને બિરયાની ખવડાવી રહ્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું હતુ કે હું સાંજે 5 વાગ્યે આ સભામાં પહોંચવા માંગતો હતો, પરંતુ શાહીન બાગનાં ધરણાને કારણે પહોંચી શક્યો નહીં.

Image result for cm yogi

શાહીન બાગની હડતાલ અરાજક છે. લોકો તેમની નોકરી સુધી પહોંચવામાં અસમર્થ છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીની જનતાએ દિલ્હીનાં તમામ સાત સાંસદોને વિજયી બનાવ્યા, તે જ રીતે તમે પણ આ ચૂંટણીમાં કમળને વિજયી બનાવો. કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ AAP સરકારને કારણે અહીંનાં લોકોને મળી શક્યો નહીં.

યોગીએ વધુમાં કહ્યું કે, કેજરીવાલની ટુકડીએ દિલ્હીને શાહીન બાગ આપ્યું. રાહુલ ગાંધી અને કેજરીવાલે કલમ 370 નો વિરોધ કર્યો હતો. શાહીન બાગ માત્ર બહાનું છે, તેમનો વિરોધ ત્રિપલ તલાક, રામ મંદિર અને કલમ 37૦ થી છે. પાંચ વર્ષમાં કેજરીવાલે દિલ્હીમાં એક શાળા આપી નથી, પરંતુ એક મધુશાળા આપી છે. લોકોને યમુનાનું ગંદુ પાણી પીવડાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.