Gandhinagar News/ કેબિનેટ મીટિંગમાં સીએમની પ્રધાનો-MLAને જનસંપર્ક જીવંત રાખવા ટકોર

સીએમ ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ પદ હેઠળ ગુજરાતની કેબિનેટ મીટિંગ મળી હતી. કેબિનેટ મીટિંગમાં સીએમે કેબિનેટના પ્રધાનો અને વિધાનસભ્યો લોકોના કામ કરવાની સૂચના આપી હતી.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 86 1 કેબિનેટ મીટિંગમાં સીએમની પ્રધાનો-MLAને જનસંપર્ક જીવંત રાખવા ટકોર

Gandhinagar News: સીએમ ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ પદ હેઠળ ગુજરાતની કેબિનેટ મીટિંગ મળી હતી. કેબિનેટ મીટિંગમાં સીએમે કેબિનેટના પ્રધાનો અને વિધાનસભ્યો લોકોના કામ કરવાની સૂચના આપી હતી. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે લોકોની વચ્ચે રહો, લોકોની તકલીફો સમજો અને ઉકેલવાની દિશામાં કામ કરો. ભાજપ સત્તા પર આવ્યું તેનું કારણ તે જ છે કે તે લોકોની વચ્ચે રહ્યુ છે અને લોકોના પ્રશ્નો પહેલા સમજ્યા છે અને તેના માટે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કર્યો છે અને તેનો ઉકેલ લાવ્યા છે.

તેથી જનસંપર્ક જીવંત રાખવાની તેમણે કેબિનેટ પ્રધાનોની સાથે વિધાનસભ્યોને પણ ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રજાએ આપણને જે જનાદેશ આપ્યો છે તેના લીધે આપણી જવાબદારી વધી જાય છે. આ સંજોગોમાં આપણે હવે વધેલી જવાબદારીની કસોટીમાંથી પાર પડવાનું છે.

તેની સાથે તેમણે ઉચ્ચ અમલદારોને જણાવ્યું હતું કે તેઓ પણ લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ફાઇલિંગ પર જ આધાર રાખવાની સાથે-સાથે લોકોની વચ્ચે જાય ફિલ્ડમાં ઉતરે. આમ કરશે તો જ તે લોકોના પ્રશ્નોને વાસ્તવિક ધરાતલ પર સમજી શકશે. લોકોના પ્રશ્નો લોકોની વચ્ચે રહીને ઉકેલી શકાય. ઓફિસમાં બેસીને તેમના પ્રશ્નો સમજી ન શકાય.

આ ઉપરાંત રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી અને તેના પછી ચાલતી તપાસની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તપાસ કેટલે આવી અને કઈ દિશામાં છે તેની પણ સીએમ ભુપેન્દ્ર પટેલે જાતે સુધ લીધી હતી. તેની સાથે તપાસ કરતી ટીમ પાસેથી અપડેટ્સ પણ માંગ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ