Not Set/ કોરોના મામલે ન ઢીલાશ ન કચાશ, શક્ય તેટલી સુવિધામાં વધારો કરવો : રાજકોટની મેરેથોન બેઠકમાં મુખ્યમંત્રીનું સૂચન

સમગ્ર દેશમાં વધી રહેલા કોરોનાના આંકડા એક કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો કર્યો છે, વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી અને ખાસ સૂચનો આપ્યા હતા. અન્ય રાજયોની સાથે ગુજરાતની સ્થિતિ

Top Stories Gujarat
cm9apr1 કોરોના મામલે ન ઢીલાશ ન કચાશ, શક્ય તેટલી સુવિધામાં વધારો કરવો : રાજકોટની મેરેથોન બેઠકમાં મુખ્યમંત્રીનું સૂચન

સમગ્ર દેશમાં વધી રહેલા કોરોનાના આંકડા એક કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો કર્યો છે, વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી અને ખાસ સૂચનો આપ્યા હતા. અન્ય રાજયોની સાથે ગુજરાતની સ્થિતિ પણ વકરી રહી છે. રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વધતા જતા કોરોના સંક્રમણથી ચિંતીત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના.મુખ્યમત્રી નીતીન પટેલ સહીત ટોચના અધિકારીઓ આજે સવારે મોરબી-રાજકોટની મુલાકાતે દોડી આવ્યા હતા અને જીલ્લા કલેકટરો સાથે કોરોના બેડ, દવા-ઈન્જેકશન, ઓકસીજન, તબીબો-પેરા મેડીકલ સ્ટાફ સહીતનાં ડઝનબંધ મુદાઓની વિગતો મેળવી, સમીક્ષાઓ કરી જરૂરી સુચનાઓ આપી હતી.તેમજ રાજકોટમાં તંત્રને સુવિધાથી સજ્જ કરવા માટેના કોલ આપ્યા હતા.આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજકોટની જનતાને અનુરોધ કર્યો હતો કે હતો કે રાજકોટવાસીઓ સ્વયંભૂ લોકડાઉન કરે અને કોરોના સામે જાગૃતિ થી લડાઈ લડે.

cm9apr2 કોરોના મામલે ન ઢીલાશ ન કચાશ, શક્ય તેટલી સુવિધામાં વધારો કરવો : રાજકોટની મેરેથોન બેઠકમાં મુખ્યમંત્રીનું સૂચન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત નીતીન પટેલ, કે.કૈલાસનાથન, મુખ્ય સચીવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચીવ ડો.જયંતિ રવિ સહીત ટોચનાં અધિકારીઓએ મોરબી ખાતે જીલ્લા કલેકટર કચેરીમાં કલેકટર સહીત ટોચના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી શહેર જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પીટલોમાં કોરોના બેડ વધારવા પર ચર્ચા કરી હતી.સાથોસાથ રેમીડેસીવર ઈન્જેકશન, દવા તબીબ સ્ટાફ સહીતના મુદ્દે વિગતો મેળવી હતી અને જરૂરી તમામ સુવિધાઓ વધારવા આદેશો કર્યા હતા. મુખ્યમંત્રી રાજકોટ આવ્યા બાદ સીધા સરકીટ હાઉસ હંકારી ગયા હતા. અને બાદમા બે વાગ્યે જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે સભાખંડ ખાતે કોરોના નોડલ અધિકારી ડો.રાહુલ ગુપ્તા, જીલ્લા કલેકટર રૈમ્યા મોહન, મ્યુ.કમી.ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મ્યુ.પ્રાદેશીક નિયામક કમી.સ્તુતિ ચારણ, સિવીલનાં ટોચના તમામ તબીબો, મ્યુ.ડોકટરો, સી.ડી.એચ.ઓ. તમામ પ્રાંત અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી.

cm9apr3 કોરોના મામલે ન ઢીલાશ ન કચાશ, શક્ય તેટલી સુવિધામાં વધારો કરવો : રાજકોટની મેરેથોન બેઠકમાં મુખ્યમંત્રીનું સૂચન

આ બેઠક અંતર્ગત રાજકોટમાં કોરોના બેડ કેટલા ઉપલબ્ધ છે? કેટલા વધારવામાં આવ્યા? ખાનગી હોસ્પીટલોમાં કોરોના બેડ, કોરોના દર્દીઓને સારવાર, ઓકસીજન, રેમીડેસીવર ઈન્જેકશનોની ઉપલબ્ધી જરૂરીયાત સહીતના ડઝનબંધ મુદાઓની વિગતો મેળવી સમીક્ષા કરી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી.બીજી તરફ જીલ્લા કલેકટર રેમ્યા મોહનના જણાવાયા મુજબ આજથી રાજકોટની ખાનગી મેટરનીટી હોસ્પીટલો, નર્સીંગ હોમમાં પણ 600 બેડની સગવડતા શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે આ મુદે પણ ચર્ચા કરી વિગતો અપાઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, અગ્ર સચીવ કે.કૈલાસનાથન, મુખ્ય સચીવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચીવ જયંતિ રવિ પણ જોડાયા હતા અને વિવિધ મુદ્દે સમીક્ષા કરી જરૂરી તમામ સગવડતા વધારવા કોઈ કચાશ નહિં રાખવા સહીતના આદેશો કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…