Not Set/ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત, નલિયા ઠંડીથી ઠુઠવાયું

રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે આગામી દિવસોમાં પણ લોકોને ઠંડીથી રાહત મળે તેવા કોઇ સંકેત મળ્યા નથી.

Top Stories Gujarat Others
ઠંડીનો ચમકારો
  • ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત્
  • હવામાન વિભાગે કરી છે ઠંડી વધવાની આગાહી
  • આગાહીને પગલે ઠંડીનો ચમકારો
  • નલિયા ઠંડીથી ઠુઠવાયું, 6.2 ડિગ્રી તાપમાન
  • અમદાવાદ 11 ડિગ્રી તાપમાન નોંધાયું
  • વડોદરા 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું
  • સુરત 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું
  • રાજકોટ 13 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે આગામી દિવસોમાં પણ લોકોને ઠંડીથી રાહત મળે તેવા કોઇ સંકેત મળ્યા નથી. જી હા, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.

આ પણ વાંચો – અટકાયત / પટેલ પરિવારના મોત બાદ ગુજરાત પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશન કરતા છ લોકોની કરી અટકાયત

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, આજે (શુક્રવાર) પણ ગુજરાતમાં ઠંડીનો જોર વધ્યુ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છનાં નલિયામાં (4 ડિગ્રી) નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો પારો નીચે જતા કડકડતી ઠંડી જાવા મળી છે. ગાંધીનગરનું તાપમાન પણ 10 ડિગ્રીની નજીક નોંધાઇ રહ્યુ છે. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ 11 ડિગ્રી, વડોદરામાં લઘુત્તમ 12.4 ડિગ્રી, સુરતમાં લઘુત્તમ 15.4 ડિગ્રી અને રાજકોટમાં લઘુત્તમ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસ કાતિલ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી 2 દિવસ બાદ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ શીતલહેર રહેશે. આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….