Not Set/ ઠંડીનું જોર વધ્યું, ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ

નડીયાદ, નડીયાદમાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીને ઉડાવવા માટે લોકો વહેલી સવારે મોર્નીગ વોક કરે છે. તેમજ સ્વાસ્થ્ય સારું રાખવા માટે જરૂરી કસરત પણ કરતાં હોય છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તો પાટણમાં પણ  ફૂલ ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે કેટલાક લોકો આરોગ્યની જાળવણી માટે વહેલી સવારે કસરત […]

Gujarat Others Videos
mantavya 193 ઠંડીનું જોર વધ્યું, ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ

નડીયાદ,

નડીયાદમાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીને ઉડાવવા માટે લોકો વહેલી સવારે મોર્નીગ વોક કરે છે. તેમજ સ્વાસ્થ્ય સારું રાખવા માટે જરૂરી કસરત પણ કરતાં હોય છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

તો પાટણમાં પણ  ફૂલ ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે કેટલાક લોકો આરોગ્યની જાળવણી માટે વહેલી સવારે કસરત માટે જતા હોય છે. પરંતુ કસરત ની સાથે – સાથે શિયાળામાં વિવિધ પ્રકાર નાં વસાણાનું પણ વિશેષ મહત્વ છે. આરોગ્ય માટે ગુણકારી વસાણાનું શિયાળામાં સેવન કરવું એ લાભદાયી છે. શિયાળામાં શાલમપાક, મેથીપાક, બદામ પાક, અને કચરિયું જેવા વસાણા ખરીદતા હોય છે. જેમાં લોકો કચરિયા ને વધારે પસંદ કરે છે.