Video/ બાઇક પર સવાર-સવારમાં ફરવા નીકળ્યો કોમેડિયન કપિલ શર્મા, શેર કર્યો વીડિયો 

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલ સવારે 5 વાગે બેલેટ ચલાવતો જોવા મળી રહ્યો છે. તેણે થોડા સમય પહેલા આ વીડિયો શેર કર્યો છે

Entertainment
કપિલ શર્મા

કપિલ શર્મા અને તેનો શો અવાર-નવાર ચર્ચાનો વિષય બની રહે છે, ક્યારેક હાસ્યના કિસ્સાઓ સાંભળવા મળે છે તો ક્યારેક વિવાદોના કારણે હેડલાઈન્સમાં રહે છે, આ વખતે પણ કંઈક આવું જ થયું છે. ધ કાશ્મીર ફાઈલ્સના વિવાદ બાદ કપિલ શર્માની અનોખી સ્ટાઈલ જોવા મળી રહી છે. હાલમાં જ કપિલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સવારે 5 વાગે બાઇક ચલાવતો જોવા મળે છે.

તાજેતરમાં કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલ સવારે 5 વાગે બેલેટ ચલાવતો જોવા મળી રહ્યો છે. તેણે થોડા સમય પહેલા આ વીડિયો શેર કર્યો છે અને ફેન્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે કમેન્ટ કરતાં કહ્યું- ધાર્યું નહોતું કે કપિલ આટલી વહેલી સવારે ઉઠશે. તો બીજા ચાહકે કહ્યું-બુલેજ રાજા.

https://www.instagram.com/reel/CbLoWD9gTEM/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે કપિલ શર્માએ આ પહેલા પણ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલ શર્મા જીમ કરી રહ્યો હતો. તે સતત કસરત કરતો જોવા મળ્યો હતો. જે બાદ ચાહકોએ એમ પણ કહ્યું કે આ વખતે કપિલ 6 પેક બનાવીને જ રહેશે.

આ પણ વાંચો :શું અનુષ્કા શર્મા અને આમિર ખાન ખરેખર ફરી સાથે આવશે? વાયરલ થયા આ સમાચાર

આ પણ વાંચો : ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ, આ દિવસે આવશે ફિલ્મ

આ પણ વાંચો :શ્વેતા બચ્ચનની બર્થડે પાર્ટીમાં સામેલ થયા આ સેલેબ્સ, આર્યન ખાન-સિદ્ધાર્થ મલ્હોત્રાની જોવા મળી અનોખી સ્ટાઈલ