Bollywood/ 44 વર્ષીય કોમેડિયન સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરાઇ, જાણો કેવી છે અભિનેતાની તબિયત

નીલ ગ્રોવરે ટીવીના ફેમસ શો ધ કપિલ શર્મા શોમાં ગુલાટીનું પાત્ર ભજવીને બધાનું દિલ જીતી લીધું છે. હાલ સુનીલ ડોક્ટરની દેખરેખ હેઠળ છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

Entertainment
Untitled 2 4 44 વર્ષીય કોમેડિયન સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરાઇ, જાણો કેવી છે અભિનેતાની તબિયત

પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ છે અને તે હજુ પણ મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર સાંભળીને ચાહકો નારાજ છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. સુનીલ ગ્રોવરે ટીવીના ફેમસ શો ધ કપિલ શર્મા શોમાં ગુલાટીનું પાત્ર ભજવીને બધાનું દિલ જીતી લીધું છે. હાલ સુનીલ ડોક્ટરની દેખરેખ હેઠળ છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

આ પણ  વાંચો:Terrorist Attack / પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, બલૂચિસ્તાનમાં સશસ્ત્ર હુમલાખોરોના હુમલામાં એક જવાન શહીદ 

 જોકે હવે સુનીલ ગ્રોવરની હાલત સારી છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે. હોસ્પિટલે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. એવું કહેવાય છે કે સર્જરી માટે જતા પહેલા સુનીલ ગ્રોવર તેની આગામી વેબ સિરીઝ માટે કામ કરી રહ્યો હતો.

આ પણ  વાંચો:આપઘાતનો પ્રયાસ /  ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું

સુનીલ ગ્રોવર છેલ્લે Zee5ની વેબ સિરીઝ સ્નો ફ્લાવરમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની સાથે આશિષ વિદ્યાર્થી, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી અને મુકુલ ચઢ્ઢા હતા. સુનીલ ગ્રોવરે શાહરૂખ ખાન સાથે મૈં હું ના (2004), આમિર ખાન સાથે ગજની (2008), ટાઈગર શ્રોફ સાથે બાગી (2016), વિશાલ ભારદ્વાજની પટાખા (2018) જેવી ફિલ્મોમાં પણ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી.