પ્રારંભ/ સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે એલઆરડી તથા પીએસઆઇ ભરતી પ્રક્રિયાનો પ્રારંભ

તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવી અને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી, શારિરીક કસોટી માટેની પ્રક્રિયા માટે સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારો ઉમટ્યા

Gujarat
Untitled 16 8 સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે એલઆરડી તથા પીએસઆઇ ભરતી પ્રક્રિયાનો પ્રારંભ

તાજેતરમાં જ ખરાબ વાતાવરણના પગલે સમગ્ર ગુજરાતમાં યોજાનારી એલ આર ડી ની ભરતી પ્રક્રિયા અને પીએસઆઇની ભરતી પ્રક્રિયાની તારીખો બદલાવ કરવામાં આવ્યો હતો હસમુખભાઈ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરી અને ખરાબ વાતાવરણ હોવાના કારણે ભરતી પ્રક્રિયા થોડી મોડી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારા વાતાવરણ અને વ્યવસ્થિત રીતે સાનુકૂળ વાતાવરણ વચ્ચે ભરતી પ્રક્રિયા શક્ય હોવાના પગલે આજે વહેલી સવારથી એલઆરડી તથા પી.એસ.આઇ માટેની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ એટલે કે જવહાર ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી એક સાથે એક હજારથી વધુ ઉમેદવારો ભરતીની પ્રક્રિયા માટે શારીરિક કસોટી આપવા માટે પહોંચ્યા છે દોડ ઊંચાઈ વજન સહિત ની શારીરીક કસોટી ની પરીક્ષાઓ જવા ગ્રાઉન્ડ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા લેવલની શરૂ કરવામાં આવી છે ત્યારે આ પરીક્ષા આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ દિવસે 1000થી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે અને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે.

ત્યારે ભરતી પ્રક્રિયા વ્યવસ્થિત થાય તે હેતુથી સમગ્ર ગુજરાતમાંથી ઉચ્ચતર કક્ષાના અધિકારીઓની ભરતી પ્રક્રિયામાં બેસાડવામાં આવ્યા છે તેને સુરેન્દ્રનગરના સ્થાનિક પોલીસમાંથી ડીવાયએસપી પટેલ તેમજ ડીવાયએસપી દોશી સાહેબને બેસાડવામાં આવ્યા છે તથા પૂરતો પોલીસ સ્ટાફ સાથે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે એક હજારથી વધુ લોકોએ જવા ગ્રાઉન્ડ ખાતે પ્રથમ દિવસે શારીરિક કસોટી ની પરીક્ષા આપી છે.

અન્યત્ર કોઈ પણ જાતની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ ન થાય તે માટે સમગ્ર ગ્રાઉન્ડની ફરતે સીસીટીવી કેમેરાઓ નાખવામાં આવ્યા છે અને આ ભરતી પ્રક્રિયાને સીધી લાઈવ ગુજરાત રાજ્યના ભરતી પ્રક્રિયાના અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ખાતે આજે જવાહર ગ્રાઉન્ડમાં ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.