Not Set/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત

હાલમાં 1200 બેડ હોસ્પિટલ ખાતે 200 બેડ કોરોના માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે અને જો ત્રીજી લહેરમાં કેસમાં વધારે ઉછાળો આવશે તો તેમની સારવાર માટે સિવિલ તંત્ર સજ્જ છે. 

Ahmedabad Top Stories Gujarat
સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત

દિવાળી બાદથી કોરોના કેસમાં વધારો થયો છે ત્યારે ફરી એક વખત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલ માં કપડવંજના એક મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે અમદાવાદ્દ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  મહિલાને ડાયાબીટીસ છે.  અને શ્વાસની તકલીફ થઈ છે. અને કોરોના લક્ષણ જાણતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે.

આ સિવાય અન્ય એક વ્યક્તિને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  જેના સેમ્પલ આપવામાં આવ્યા છે અને રિપોર્ટ બાકી હોવાના કારણે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.  તો હાલમાં 1200 બેડ હોસ્પિટલ ખાતે 200 બેડ કોરોના માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે અને જો ત્રીજી લહેરમાં કેસમાં વધારે ઉછાળો આવશે તો તેમની સારવાર માટે સિવિલ તંત્ર સજ્જ છે.

અમદાવાદ જિલ્લો વેક્સિનેશનની કામગીરીમાં પ્રથમ

ઊલેખનીય છે કે, સમગ્ર રાજ્યભરમાં કોરોનાનું વેક્સિનેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે ના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લો વેક્સિનેશનની કામગીરીમાં પ્રથમ ક્રમે આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૦૯ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૯૦ ટકા લોકોને સેકન્ડ ડોઝ સાથે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ૪૬૭ ગામોમાંથી ૪૬૫ ગામોમાં પ્રથમ વેક્સિનેશન ગામોમાં  પૂર્ણ થઇ ચુક્યું છે. આ સાથે જ જીલ્લાની ૪૦ phc માંથી ૩૬ phcમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે.  આ સાથે જે બાકી રહેલા ગામોમાં સરકારના આત્મનિર્ભર રથ અભિયાનમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમજ અધિકારીઓ દ્વારા માઈક્રોપ્લાનિંગ કરીને તે બાકીના ગામોમાં પણ વેક્સિનની કામગીરીને ઝડપથી પૂર્ણ થાય તે દિશમાં કામ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ / સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે લોકોને કરાયા છૂટા

Controversy / નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

સહાયમાં અવ્યવસ્થા / કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી