ગુજરાત/ કોરોનાકાળમાં ગોધરા સિવિલ હોસ્પિટલનાં પિડીયાટ્રીક વિભાગની પ્રશંસનીય કામગીરી

ગોધરા સિવિલ હોસ્પિટલનો પિડીયાટ્રીક વોર્ડ કોરોના કાળ દરમિયાન વિવિધ તકલીફોથી પીડાતા નવજાત શિશુઓ અને બાળકો માટે રાહતરૂપ વિસામો બની રહ્યો છે.

Gujarat Others
1 112 કોરોનાકાળમાં ગોધરા સિવિલ હોસ્પિટલનાં પિડીયાટ્રીક વિભાગની પ્રશંસનીય કામગીરી

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

ગોધરા સિવિલ હોસ્પિટલનો પિડીયાટ્રીક વોર્ડ કોરોના કાળ દરમિયાન વિવિધ તકલીફોથી પીડાતા નવજાત શિશુઓ અને બાળકો માટે રાહતરૂપ વિસામો બની રહ્યો છે. કોરોના સંક્રમણનાં કપરા સમયે પણ જિલ્લાનાં નવજાત શિશુઓ-બાળને શ્રેષ્ઠ સારવાર સતત મળી રહે તે સુનિશ્ચિત કરતા એપ્રિલ-2020થી એપ્રિલ-2021 દરમિયાન કુલ 2,599 થી વધુ બાળકો અહીં દાખલ થઈ સારવાર મેળવી છે.

રાજકારણ / રાહુલ ગાંધીનો કટાક્ષ- અબકી બાર કરોડો બેરોજગાર, કોણ જવાબદાર? માત્ર મોદી સરકાર!

જન્મ સમયે અતિ ઓછું કે ઓછુ વજન ધરાવતા શિશુઓ, અધૂરા માસે જન્મેલા બાળકોમાં વિકાસની સમસ્યા, નવજાત શિશુઓમાં વિવિધ પ્રકારના ચેપ સહિતનાં સ્વાસ્થ્યનાં પ્રશ્નો માટે વિશેષ પ્રકારની સુવિધાઓ સાથે સારવારની જરૂર પડતી હોય છે, જે માટે ગોધરા સિવિલ હોસ્પિટલનાં પિડીયાટ્રીક વોર્ડમાં કુલ 15 થી વધુ બેડ્સ અને ગંભીર સ્થિતિનાં બાળકો માટે 03 આઈસીયુ બેડ્સની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં પિડીયાટ્રીક એમ.ડી. ડો. સંગીતા પી. કુમારનાં નેતૃત્વ નીચે 07 રેસીડેન્ટ ડોક્ટર્સ (સીબીએસ)ની ટીમ નાનકડા ભૂલકાઓની સારવાર કરવા માટે ખડેપગે હાજર રહે છે. આ સમયગાળા દરમિયાન પિડીયાટ્રીક વોર્ડમાં કુલ 1,533 તેમજ પોષણની જટિલ સમસ્યા ધરાવતા 68 બાળકોને N.R.C. (ન્યુટ્રીશન રીહેબિલીટેશન સેન્ટર)માં, જન્મ સાથે બિમાર હોય તેવા 773 બાળકોને S.N.C.U. (સિક ન્યુબોર્ન કેર યુનિટ) માં અને વધુ ગંભીર સ્થિતિમાં હોય તેવા 225 બાળકોને P.I.C.U. (પિડીયાટ્રીક આઈસીયુ)માં રાહતદરે સારવાર આપવામાં આવી છે.

આદેશ જાહેર / શિક્ષણ મંત્રાલયની જાહેરાત, TET સર્ટિફિકેટની માન્યતા 7 વર્ષની જગ્યાએ કરાઇ આજીવન

આ વિભાગનાં ડો. મૌલિક જણાવે છે કે, મોટેભાગે નીઓ નેટલ સેપ્સીસ (નવજાત શિશુને ચેપ) કે જે શિશુઓમાં મરણનું સૌથી મોટું કારણ છે, સેપ્ટીસેમિયા, ઓછા વજન અને અધૂરા વિકાસનાં કારણે થતી વિવિધ સમસ્યાઓ, એનિમિયાની ગંભીર સ્થિતિ, શ્વાસને લગતી સમસ્યાઓના કારણે પંચમહાલ અને મહિસાગર સહિતનાં પડોશી જિલ્લાઓનાં બાળકો સારવાર માટે આવે છે. જેમને આઈ.વી. એન્ટિબાયોટિક, જરૂર પડ્યે બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ઓક્સિજન સપોર્ટ સહિતની સારવાર આપવામાં આવે છે. બાળકની સ્થિતિ અને વિકાસ ઈચ્છનીય સ્થિતિમાં આવે ત્યાર બાદ તેને જરૂરી સૂચનાઓ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવે છે અને ડિસ્ચાર્જ બાદ પણ 2 મહિના સુધી તેના વજન સહિતનાં પેરામીટર્સ ટ્રેક કરવામાં આવે છે. આ ઉપરાંત, કોરોના સંક્રમિત બાળકોની સારવાર પણ અહીં કરવામાં આવે છે. વર્ષ 2020 માં આવા 161 અને વર્ષ 2021 માં અત્યાર સુધી કુલ 263 સંક્રમિત બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી છે.

kalmukho str 2 કોરોનાકાળમાં ગોધરા સિવિલ હોસ્પિટલનાં પિડીયાટ્રીક વિભાગની પ્રશંસનીય કામગીરી